દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: વહુની કચકચથી સાસુ સસરાની જો શાંતિ હણાતી હોય તો, વહુને ઘરમાંથી કાઢી મુકાય, સાસુ સસરાને શાંતિથી જીવવાનો અધિકાર

દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને વહુની કચકચથી શાંતિ હણાઈ ગઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, દિકરા અને વહુમાં ઝઘડો થતાં રહે તો, વૃદ્ધ મા-બાપનો અધિકાર છે કે તે વહુને ઘરમાંથી બહાર કાઢી શકે.

દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને વહુની કચકચથી શાંતિ હણાઈ ગઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, દિકરા અને વહુમાં ઝઘડો થતાં રહે તો, વૃદ્ધ મા-બાપનો અધિકાર છે કે તે વહુને ઘરમાંથી બહાર કાઢી શકે. હાઈકોર્ટે કહ્યું કે, મા-બાપને શાંતિપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. ઝઘડાથી છૂટકારો નહીં મેળવી શકતા વહુને સંયુક્ત ઘરમાં રહેવાનો અધિકાર નથી.

વહુને ઘરમાંથી હાંકી કાઢી શકે છે વૃદ્ધ સાસુ સસરા
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઘરેલૂ હિંસા અધિનિયમ અંતર્ગત કોઈ પણ વહુને સંયુક્ત ઘરમાં રહેવાનો અધિકાર નથી અને સાસરિયાના વૃદ્ધ લોકો તરફથી તેને બહાર કાઢી શકે છે. જે શાંતિપૂર્ણ જીવન જીવવાના હકદાર છે. ન્યાયમૂર્તિ યોગેશ ખન્નાએ એક વહુ દ્વારા નિચલી કોર્ટમાં આદેશ વિરુદધ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા, જે અંતર્ગત સાસરિયામાં રહેવાનો અધિકાર આપવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું કે, એક સંયુક્ત ઘરમાં સંબંધિત સંપત્તિના માલિક પર પોતાની વહુને બેદખલ કરવાને લઈને કોઈ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે, હાલમાં આ યોગ્ય છે કે, અરજીકર્તાને તેના લગ્ન ચાલુ રાખવા સુધી તેને કોઈ વૈકલ્પિક આવાસ આપવામાં આવે.

વહુ અને દિકરાની કિટકિટ શા માટે વેઠે સાસુ-સસરા
ન્યાયમૂર્તિ ખન્નાએ કહ્યું કે, હાલના કેસમાં બંને સાસરિયાવાળા વરિષ્ઠ નાગરિક છે અને તે શાંતિપૂર્ણ જીવન જીવવા અને દિકરા તથા વહુના વૈવાહિક ક્લેશથી પ્રભાવિત ન થવા માટે હકદાર છે. ન્યાયાધીશે પોતાના હાલના આદેશમાં કહ્યું કે, મારુ માનવું છે કે, બંને પક્ષની વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે, ત્યારે આવા સમયે જીવનના અંતિમ પડાવ પર વૃદ્ધ સાસુ સસરા માટે અરજીકર્તાની સાથે રહેવુ યોગ્ય નથી. એટલા માટે એ સારુ રહેશે કે, અરજીકર્તાને ઘરેલૂ હિંસાથી મહિલાના સંરક્ષિણ અધિનિયમ કલમ 19 (1) એએફ અંતર્ગત કોઈ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે.

ઘરેલૂ હિંસા કાયદાનો હવાલો
કોર્ટે કહ્યું કે, બંને પક્ષોની વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે અને ત્યાં સુધી કે, પતિ દ્વારા પણ પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, ભાડાના મકાનમાં અલગ રહે છે, તેથી સંબંધિત સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો દાવો ઠોકી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે, ઘરેલૂ હિંસા અધિનિયમની કલમ 19 અંતર્ગત આવાસનો અધિકાર સંયુક્ત ઘરમાં રહેવાનો એક અપરિહાર્ય અધિકાર નથી. હાલના મામલામાં જ્યાં વહુ પોતાના વૃદ્ધ સાસુ સસરા વિરુદ્ધ ઉભી છે. કોર્ટે કહ્યું કે, હાલમાં કેસમાં સાસુ સસરાની લગભગ 74 અને 69 વર્ષના વરિષ્ઠ નાગરિક છે તથા તે પોતાના જીવનના અંતિમ પડાવમાં હોવાના કારણે દિકરા વહુની વચ્ચે વૈવાહિક ક્લેશથી ગ્રસ્ત થયા વિના શાંતિથી જીવવાનો અધિકાર ધરાવે છે.

અલગ મકાનમાં રહે વહુ
હાઈકોર્ટે અરજીકર્તાની અપીલને રદ કરી અને આ સાથે જ પ્રતિવાદી સસરાના એફિડેવિટને સ્વિકાર કરી લીધું છએ કે, તે પોતાના દિકરા સાથે વહુના વૈવાહિક સંબંધ ચાલુ રાખવા અને અરજીકર્તાને વૈકલસ્પિક આવાસ આપવામાં આવે. પ્રતિવાદી સસરાએ 2016માં નિચલી કોર્ટ સમક્ષ આ આધાર પર કબ્જા માટે ફરિયાદ દાખલ કરી હતી કે, તે સંપત્તિના પૂર્ણ માલિક છે અને અરજીકર્તાનો પતિ એટલે કે, તેમનો દિકરો કોઈ અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયો છે તથા તે પોતાની વહુ સાથે રહેવા માગતા નથી.

તો વળી અરજીકર્તા, જે એક નાની દિકરીની માતા છે, તેણે તર્ક આપ્યો કે, સંપત્તિ પરિવારની સંયુક્ત પૂંજી ઉપરાંત પૈતૃત સંપત્તિના વેચાણથી થયેલા આવકથી ખરીદવામાં આવી હતી. તેથી તેને અહીં રહેવાનો અધિકાર છે. નિચલી કોર્ટે પ્રતિવાદીના ક્ષમાં કબ્જાનો આદેશ પારિત કર્યો હતો અને માન્ય હતું કે, સંપત્તિ પ્રતિવાદીની ખુદની અર્જિત સંપત્તિ હતી તથા અરજીકર્તાને ત્યાં રહેવાનો અધિકાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો