દીકરીએ દહેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની કરી માંગ, તો પિતાએ પણ ખુશીથી 75 લાખ આપી સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું, ચારેય બાજુ થઈ રહી છે પ્રશંસા

કન્યા બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનમાં એક કન્યાએ તેના પરિવારના સભ્યોને વિનંતી કરી કે તેણીના દહેજ માટે નિર્ધારિત રકમ કન્યા છાત્રાલયના નિર્માણ માટે વાપરવામાં આવે. બાડમેર શહેરના કિશોર સિંહ કાનોડની પુત્રી અંજલિ કંવરે 21 નવેમ્બરે પ્રવીણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. દૈનિક ભાસ્કરમાં છપાયેલા અહેવાલ મુજબ, અંજલિએ લગ્ન પહેલા તેના પિતા સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, દહેજ માટે આપવામાંમાં આવેલા પૈસા ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ માટે જવા જોઈએ. કિશોર સિંહ કાનોડ સહમત થયા અને તેમની પુત્રીની ઇચ્છા મુજબ બાંધકામ માટે રૂ. 75 લાખનું દાન આપ્યું. સોશિયલ મીડિયા પર આ પગલાંની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બાડમેરના રાવત ત્રિભુવન સિંહ રાઠોડે ટ્વિટર પર સમાચારના લેખની ક્લિપ શેર કરી છે.

અહેવાલ મુજબ, લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ અંજલિએ મહંત પ્રતાપ પુરીનો સંપર્ક કર્યો અને એક પત્રમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી, જે તેણે સામેલ થયેલા મહેમાનોની સામે વાંચી. છોકરીના નિર્ણયને જોરથી તાળીઓના ગડગડાટથી આવકારવામાં આવ્યો અને તેના પિતાએ અંજલિને એક કોરો ચેક આપ્યો અને તેણીને જોઈતી રકમ ચૂકવવાનું કહ્યું. તરતરા મઠના વર્તમાન વડા મહંત પ્રતાપ પુરીએ આ પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સમાજની સુધારણા માટે પૈસા અલગ રાખવા અને કન્યાદાન સમયે કન્યા કેળવણી વિશે વાત કરવી એ પોતાનામાં એક પ્રેરણાદાયી કાર્ય હતું.

તેમણે એમ પણ જાહેરાત કરી કે, શ્રી કાનોડ NH 68 પર હોસ્ટેલના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી ચુક્યા છે, પરંતુ બાંધકામ પૂર્ણ કરવા માટે 50થી 75 લાખ રૂપિયાના વધારાના ભંડોળની જરૂર હતી. આ રકમ સાથે તેમની પુત્રીનો પણ આભાર માન્યો હતો.

આપણા દેશમાં દહેજ પ્રથાને એક દૂષણ માનવામાં આવે છે પરંતુ, હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ દહેજ આપવા-લેવામાં માને છે. આ દૂષણને કારણે ઘણા ઘર બરબાદ થતા પણ જોયા છે તો કેટલીક વાર તો દહેજના કારણે ઝઘડા થાય છે તો ક્યારેક આત્મહત્યાના કિસ્સા પણ જોવા મળે છે. પરંતુ આ કિસ્સો જોતા એવું લાગે છે કે ખરેખર આવા ઉમદા કાર્યમાં રૂપિયા આપવા એ એક મોટી સમાજ સેવા છે. દેશના તમામ લોકો આવી વિચારધારા અપનાવે તો દહેજ પ્રથા નાબૂદ થઇ જાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો