શિયાળામાં થાય છે વાળમાં ડ્રેન્ડ્રફનો પ્રોબલમ તો કરો આ ઘરેલું ઉપચાર, સરળતાથી ડેન્ડ્રફથી મળશે છુટકારો, જાણો અને શેર કરો

શિયાળા (Winter)માં માથામાં ડેન્ડ્રફની (Dandruff) અસર વધુ થાય છે. શિયાળામાં ગરમ ​​પાણીમાં નહાવાથી માથાની ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે માથામાં ડેન્ડ્રફ થાય છે. આ સિવાય શિયાળામાં માથામાં દુપટ્ટા અને કેપ પહેરવાથી માથામાં પૂરતી હવા નથી મળતી, જેના કારણે માથામાં ડેન્ડ્રફ વધી જાય છે. હાર્ડ શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ થાય છે. દરરોજ શેમ્પૂ બદલવાથી અને કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવાથી માથાની ચામડી પર અસર થાય છે, જેનાથી ડેન્ડ્રફ થાય છે. સામાન્ય રીતે તૈલી વાળ ધરાવતા લોકોને માથામાં ડેન્ડ્રફની સમસ્યા રહે છે. માથામાં તેલ હોવાને કારણે માથાની ત્વચા ચીકણી થઈ જાય છે, જેના કારણે વાળમાં ગંદકી જમા થઈ જાય છે અને આ ગંદકીને ડેન્ડ્રફ કહેવાય છે. તો ચાલો આજે અમે તમને અહીં વાળની ​​સંભાળ માટેના ખૂબ જ આસાન ઘરેલુ ઉપચાર જણાવીએ છીએ, જેને અપનાવીને તમે સરળતાથી ડેન્ડ્રફથી છુટકારો (Get rid of dandruff) મેળવી શકો છો.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપચાર

1.ટી-ટ્રી ઓઈલ
ટી ટ્રી ઓઈલ ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ માટે તમારા શેમ્પૂમાં તેના થોડા ટીપાં ઉમેરીને માથું ધોઈ લો. ચારથી પાંચ વખત ઉપયોગ કર્યા પછી જ તમને તેની અસર દેખાવા લાગશે.

2. એપલ વિનેગર
એપલ સાઇડર વિનેગર પણ આ સમસ્યાનો ઉકેલ છે. આ માટે એક સ્પ્રે બોટલમાં એક કપ પાણી અને અડધો કપ વિનેગર નાખીને વાળના મૂળમાં સ્પ્રે કરો. જો તમે ઈચ્છો છો, તો રાત્રે આ કર્યા પછી સૂઈ જાઓ અને સવારે તમારા વાળ ધોઈ લો.

3. લીંબુનો રસ અને નારંગીની છાલ
તમે લીંબુના રસ અને સૂકા સંતરાની છાલથી પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે 5 થી 6 ચમચી લીંબુના રસમાં 2 ચમચી સૂકા સંતરાની છાલનો પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો.

4. લીંબુ અને મધ
ડેન્ડ્રફનો સામનો કરવા માટે લીંબુના રસમાં મધ ભેળવીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં કુદરતી એસિડ હોય છે જે ડેન્ડ્રફને દૂર કરે છે અને મધ શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.

5.નારિયેળનું તેલ અને કપૂર
નારિયેળના તેલમાં કપૂર નાંખીના માંથામાં નાખીને માલિસ કરવાથી ડ્રેન્ડ્રફ દૂર થઈ જાય છે. આ તેલમાંથામાં એક કલાકથી વધારે ન રાખવું

6. લીમડો
ડેન્ડ્રફને દૂર કરવા માટે થોડા લીમડાના પત્તાને પાણીમાં ઉકાળો અને ઠંડા કરી લ્યો અને પછી સ્પ્રેની બોટમાં ભરી લ્યો, ત્યાર બાદ રાત્રે સૂતા પહેલા વાળમાં સ્પ્રે કરો.

7. મેથી
મેથી ફંગલ ઇન્ફેક્શનને મટાડે છે અને વાળને કુદરતી રીતે કન્ડિશન કરે છે. મેથીના એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે તેમજ તેમાં રહેલા વિટામિન્સ શુષ્કતા અને વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

8. કાળા મરી
કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે વાળમાં રહેલા ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.

9. દહી
લેક્ટોબેસિલસ પેરાકેસી બેક્ટેરિયા દહીંમાં હોય છે. આ બેક્ટેરિયા ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો