દાહોદ જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકને તેની પ્રેમિકાએ મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં બંને ફરવા ગયા અને મોડુ થતા પ્રેમી પ્રેમિકાને ઘરે મુકવા ગયો. ત્યારે ઘાત લગાવીને બેસેલા પ્રેમિકાના ભાઈ અને પિતાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળામાં રહેતા સંજય બારીયાને સાગળાપાડામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીએ મેસેજ કરીને સંજયને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે સંજય મનીષ સાથે બાઈક લઈને સાગળાપાડા ગયો હતો. બાદમાં સંજય તેના ફોઈના દિકરા સાથે યુવતીના ઘર પાસે ગયો હતો. યુવતી આવ્યા બાદ ત્રણેય જણા બાઈક પર થોડે દૂર ફરવા ગયા હતા.
થોડી વાતોચીતો કર્યા પછી સંજય તેની પ્રેમિકાને બાઈક પર બેસાડી ઘરે મુકવા ગયો હતો. રસ્તામાં યુવતીનો ભાઈ અને તેના પિતા રાહ જોઈને જ બેઠા હતા. તેઓ હાથમાં લાકડીઓ લઈને ઊભા હતા. યુવતી અને સંજય જેવા આવ્યા કે તેઓએ હુમલો કરી દીધો. જેથી ત્રણેય જણા બાઈક પરથી પડી ગયા હતા. બાદમાં સંજયને ઢોર મારવામાં આવ્યો હતો. જે બાદ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ હુમલા બાદ ડરી ગયેલા પિતા-પુત્રએ સંજયને કારમાં બેસાડીને ખાનગી દવાખાનામાં દાખલ કરાવ્યો હતો. ઘટનાની જાણ થતા સંજયના પરિવારના લોકો દવાખાને દોડી આવ્યા હતા. સંજયને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે બેભાન હાલતમાં હતો. બાદમાં મોડી રાતે સંજયનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે બાદ સંજયના પરિવારે આરોપી પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..