ઇતિહાસમાં પહેલી વખત રૂ. 2.74 કરોડની કિંમતનાં ગાંજાનાં છોડ ખેતરમાંથી ઝડપાયા, દાહોદ પોલીસને 2745 કિલો ગાંજો મળ્યો

દાહોદ જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનાં કિસ્સા સામે આવે છે અનેકવાર દારૂનાં મોટા જથ્થા ઝડપાતા જોવા મળે છે પરંતુ ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ માછી ગયો હતો કદાચ ઇતિહાસ માં પ્રથમ વખત કરોડો રૂપિયાનીગાંજાની ખેતી ઝડપી પાડવામાં એસઓજી શાખાને સફળતા મળી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દાહોદ એસઓજી શાખાને બાતમી મળી હતી કે સીંગવડ તાલુકાનાં હાંડી ખાતે ખેતર માં ગાંજા ના છોડ ઉગાડેલ છે તે દિશા માં તપાસ કરી એસઓજી ની ટીમે હાંડી ખાતે રેડ કરતાં કપાસનાં ત્રણ ખેતરમાં કપાસની સાથે ગાંજાનાં છોડ મળી આવ્યા હતા જે લીલા છોડની એફએસએલ પરીક્ષણ કરતાં આ છોડ ગાંજાનાં જ હોવાનું સાબિત થયું છે જે બાદ સ્થાનિક પોલીસ અને જીઆરડી જવાનો એ મળી ત્રણ ખેતર માથી ગાંજાનાં લીલા છોડ ઉપાડવાની કામગીરી શરૂ કરી હતી.

દાહોદનાં એસપી હિતેશ જોયસરે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 36 કલાકથી વધુ સમય ચાલેલા આ ઓપરેશનમાં 2.75 કરોડ ની કિમતનાં 2745 કિલો લીલા ગાંજાનાં છોડ મળી આવ્યા હતા. પોલીસે હાંડી ગામનાં વિક્રમ મછાર, હીમત મછાર અને સરતન મછાર વિરુધ્ધ ફરિયાદ નોધી વિક્રમ મછારની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતાં

પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બે આરોપી ની ધરપકડ ના ચક્રો ગતિમાન કરી આ ગાંજા નો જથ્થો ક્યાં પહોચાડવા માં આવતો હતો તેમજ સમગ્ર કેસ માં અન્ય કોની કોની સંડોવણી છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો