વાવાઝોડું અમ્ફાન ભયંકર ચક્રવાતમાં ફેરવાયું, બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ, 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળનાં અખાતમાં સર્જાયેલું વાવાઝોડું અમ્ફાન હવે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. તેની તીવ્રતા વધી છે. હવાના હળવા દબાણથી સર્જાયેલું આ વાવાઝોડું હવે ઓડિશાના દરિયાકાંઠાથી આગળ વધીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ૨૦મી મેના રોજ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ સર્જી શકે છે. આ બંને રાજ્યોમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ બંગાળ અને બાંગ્લાદેશ માટે યલો એલર્ટ જાહેર કરેલ છે. ૬થી ૧૨ કલાકમાં તે વધુ ઉગ્ર બની શકે છે. અધિકારી એચ આર બિશ્વાસના જણાવ્યા મુજબ ૨૦મીએ બપોરે કે સાંજ સુધીમાં તે બંગાળનાં સાગર આઈલેન્ડ પર અને બાંગ્લાદેશનાં હતિયા આઈલેન્ડ પર ત્રાટકી શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન દરિયો તોફાની બનવાની અને ઊંચાં મોજાં ઊછળવાની આગાહી કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દેશનાં ૮ રાજ્યોને અસર

ચક્રવાતી વાવાઝોડું દેશનાં ૮ રાજ્યોને વધારે અસર કરશે જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે અને તોફાની પવન ફુંકાશે. દિલ્હી, એનસીઆર, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં પણ મોસમ પલટો લે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, નોર્થ અને સાઉથ પરગણા, કોલકાતા, ઇસ્ટ અને વેસ્ટ મિદનાપોર, હાવરા, હુગલી ખાતે ૧૯ અને ૨૦મીએ ભારે પવન ફુંકાવાની અને ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે

૧૮મીએ ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફુંકાવાની આગાહી

૧૮મીએ ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં તેમજ કોરાપુટ ખાતે ત્રાટકશે અને હળવાથી ભારે વરસાદ પડશે. જ્યારે ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા ખાતે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને ૧૮થી ૨૦ મે સુધી દરિયામાં નહીં જવા ચેતવણી અપાઈ છે. વાવાઝોડું હાલ કલાકના ૬ કિ.મી.ની ઝડપે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાયું છે. આથી દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે.

ઓડિશાના ૧૨ જિલ્લામાં એલર્ટ

ઓડિશાના ૧૨ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ગંજમ, પુરી, ગજપતિ, જગતસિંહપુર, કેન્દ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયૂરભંજ, જાજપુર, કટક, ખુર્દા અને નયાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાના તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકે કોઈ જાનહાનિ ન થાય તે રીતે તંત્રને સાબદું કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો