જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. જીરું અને ગોળ બંને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બંનેનું કોમ્બિનેશન ઈમ્યૂનિટી વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગોળ અને જીરામાં શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી આજે આ ડ્રિંક પીવાના ફાયદા અમે તમને જણાવીશું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ
એક વાસણમાં 1 કપ પાણી લઈ તેમાં 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું મિક્સ કરી 5 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.
કબજિયાત થતાં રોકે છે
જીરું અને ગોળનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. આ બોવેલ મૂવમેન્ટને સુધારે છે. જેનાથી લાંબા સમયથી હેરાન કરતી કબજિતાય દૂર થાય છે.
બ્લોટિંગમાં લાભકારી
પાણીમાં જીરું અને ગોળ ઉકાળીને પીવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યા ખતમ થઈ જાય છે. આ ન્યૂટ્રલાઈઝર તરીકે કામ કરે છે. જે એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે.
માસિકને નિયંત્રિત કરે છે
મહિલાઓમાં હોર્મોન્સ સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળે છે. જીરું અને ગોળનું પાણી હોર્મોન્સને સંતુલિત કરીને માસિક ચક્રને નિયમિત કરવામાં મદદ કરે છે.
શરીરની ગરમી દૂર કરે છે
ઘણાં લોકોના શરીરનું તાપમાન અચાનક વધી જાય છે અને બોડી ગરમ પણ રહે છે. જીરું અને ગોળનું પાણી આવા લોકો માટે ફાયદાકારક છે. આ શરીરની ગરમીનું બેલેન્સ જાળવી રાખે છે અને તાવ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે.
શરીરના દુખાવામાં રાહત
મોસમમાં ચેન્જ આવવાથી ઘણાં લોકોને શરીરમાં દુખાવો અને સોજાની પ્રોબ્લેમ થાય છે. ગોળ અને જીરાની આ ડ્રિંકમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે સોજાની સમસ્યામાં રાહત આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…