છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા ઝડપથી દૂર કરશે આ 5 એકદમ સરળ નુસખા, કરી જુઓ ટ્રાય

ઠંડા પવનને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સિઝનમાં વધુ તકલીફ થાય છે. શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે? આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરના નુસખાઓ અપનાવવા જોઈએ. જેથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય. જેથી આજે અમે તમને કફને દૂર કરવાના સરળ અને અસરકારક નુસખા જણાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો


છાતી અને ગળામાં કફ જામી જાય તો આ નુસખા અપનાવો

હની ટી

હની કફ દૂર કરવા માટે બેસ્ટ ઉપાય છે. તેના માટે હર્બલ ટીમાં અથવા 1 કપ નવશેકા પાણીમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને દિવસમાં 2વાર પીવો. આનાથી કફ છૂટો પડશે અને દૂર થવા લાગશે.

કફ દૂર કરવા માટે દવાઓ ખાવા કરતાં ઘરના નુસખા બેસ્ટ છે, જાણો લો તમે પણ

આદુ

આદુમાં રહેલું એન્ટીઈન્ફ્લામેટરી તત્વ કફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે 20થી 40 ગ્રામ ફ્રેશ આદુ લઈને તેને 2 કપ પાણીમાં ઉકાળો, પાણી અડધું રહે એટલે ગાળીને પીવો. તમે આમાં મધ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ જામેલાં કફને દૂર કરવામાં મદદ કરશે.

સ્ટીમ

કફથી રાહત મેળવવા માટે સ્ટીમ પણ બેસ્ટ ઘરેલૂ ઉપાય છે. સ્ટીમ બોડીમાં જઈને કફને છૂટો કરે છે અને દૂર કરે છે. તેના માટે એક મોટા વાસણમાં ગરમ પાણી ભરી તેમાં નીલગિરી તેલ અથવા વિક્સ નાખીને તેની પર મોં રાખી ઉપર ટુવાલ ઢાંકી દો. 5 મિનિટ આવું કરો.

મીઠાવાળા પાણીના કોગળા

ગળામાં કફ જામી ગયો હોય કે ગળું દુખતું હોય તો આ એક બેસ્ટ ઉપાય છે. ડોક્ટર પણ મીઠાવાળા પાણીના કોગળા કરવાની સલાહ આપે છે. પણ ઘણાં લોકો તેને સીરિયસલી લેતાં નથી પણ આ ખરેખર અસરકારક ઉપાય છે. આનાથી કફની સમસ્યા પણ દૂર થાય છે.

હર્બલ ઉકાળો

છાતી અને ગળાનો કફ દૂર કરવા 2 કપ પાણીમાં એલચી, લવિંગ, મરી, આદુ, ફુદીનો, તુલસી અને સહેજ ગોળ નાખીને ઉકાળો. ઠંડુ થાય એટલે પી લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો