જેવી રીતે સશસ્ત્ર સેનાની ત્રણ પાંખો દેશ માટે સતત કાર્યશીલ હોય છે. તેવી જ રીતે અર્ધ લશ્કરી દળ એટલે કે પેરા મિલિટરી ફોર્સ પણ ખડેપગે હોય છે. જો આપણુ દુર્ભાગ્ય છે કે, આપણે આપણા અર્ધલશ્કરી દળોને પુરી રીતે ઓળખતા નથી. શું હોય છે આપણા અર્ધ લશ્કરી દળોની કામગીરી, શું હોય છે તેના ગઠનનો હેતું, શું છે દરેકની વિશેષતા જોઈએ આ વિશેષ અહેવાલમાં.
સેનાની જેમ અર્ધ સૈનિક બળો પણ ભારતીય સુરક્ષા દળનું મહત્વનું અંગ છે. મોટા ભાગે ભારતીય આર્મીનું કામ સિમાડા પારના દુશ્મનો સામે લડવા પુરતું સિમિત હોય છે, પરંતુ આ ઉપરાંતની આફતો સામે લડવા અને અને દેશને સુરક્ષિત રાખવા માટે વિવિધ સુરક્ષા દળોની જરૂર પડે છે. જુદી જુદી જરૂરીયાત પ્રમાણે આ દળોનું ગઠન કરવામાં આવ્યું છે. દરેક અલગ અલગ ખાસિયત અને કામગીરી છે. આ તમામ સુરક્ષા દળો કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંલગ્ન હોય છે.
ભારતીય સીમા સુરક્ષા એટલે કે, BSFનો પણ તેમાં સમાવેશ થાય છે. મોટા ભાગના લોકો BSFને આર્મીનો ભાગ માને છે પરંતુ વાસ્તવમાં તે પેરા મિલિટરી ફોર્સ છે. જેનું કામ સરહદ પર પહેરેદારી કરવાનું છે. BSFએ વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે.
બીજા અર્ધ સૈનિક દળની વાત કરવામાં આવે તો CISF એટલે કે, કેન્દ્રીય ઉદ્યોગિક સુરક્ષા દળનું કામ સરકારી કારખાના અને સરકારી ઉપક્રમોની સુરક્ષા કરવાનું છે. જેની સ્થાપના 1969માં કરવામાં આવી છે, આજે તેની સંખ્યા લગભગ દોઢ લાખ જેટલી છે.
ત્રીજુ મહત્વનું અર્ધ સૈનિક દળ છે કોસ્ટ ગાર્ડ એટલે કે તટ રક્ષક. જેવી રીતે બીએસએફ જમીની સરહદ પર પહેરેદારી કરવાનું કામ કરે છે તેવી જ રીતે કોસ્ટ ગાર્ડ દરિયાઈ સીમા પર પહેરેદારી અને પેટ્રોલિંગ કરે છે. ભારત અને નેપાળ વચ્ચે 1751 કિલોમીટર લાંબી બોર્ડર છે. આ બોર્ડર પરથી મોટા પાયે દારૂગોળાની તસ્કરી થાય છે અને દેશ વિરોધી તત્વોની ગતિવિધિ થાય છે. જેને રોકવા માટે સશસ્ત્ર સીમા બળ એટલે કે, એસએસબીને જવાબદારી સોંપી છે. SSB પણ BSFની જેમ સીમા પર સુરક્ષા વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે.
આઈટીબીપી એટલે કે, ઇન્ડો તિબેટ બોર્ડર ફોર્સ. જે ભારત અને ચીનના સ્વાયત પ્રદેશ એવા તિબેટ વચ્ચે આવેલી બોર્ડરની સુરક્ષાનું કામ કરે છે. 1965ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં આ દળે ભાગ લઈને પાકિસ્તાનને સારી રીતે પાઠ ભણાવ્યો હતો.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPF એટલે કે કેન્દ્રીય અનામત પોલીસ દળ જે અત્યંત મહત્વનું પોલીસ દળ છે. તાજેતરમાં જ તેના 44 જવાનો શહીદ થયા છે ત્યારે CRPFની કામગીરી જોઈએ તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ NSG એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનો મુખ્ય ઉપયોગ આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે થાય છે. તેમની લાક્ષણિકતાઓની વાત કરીએ તો આતંકવાદ અને હવા અથવા જમીન પરના અપહરણ સામેનું મિશન પાર પાડે છે. ઉપરાંત બોમ્બ શોધીને તેને ડિફ્યુઝ કરવાનું, બ્લાસ્ટ પછી તપાસ કરવાનું અને બંધકોને છોડાવવાનું કામ કરે છે.
રેલવે પોલીસ ફોર્સ RFP ભારતીય રેલ યાત્રીઓ અને રેલવેની સંપત્તિની સુરક્ષા કરે છે. આ ઉપરાંત કોઈ દેશ વિરોધી ગતિવિધિઓમાં રેલવેનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખે છે. જે આ સુરક્ષા દળ રેલ મંત્રાલયને આધીન હોય છે.
રાષ્ટ્રીય રાઇફલ્સ આમ તો તે ભારતીય સેનાનો જ એક ભાગ છે, જે રક્ષા મંત્રાલયને આધીન હોય છે. પરંતુ ભારતીય સેનાની અન્ય બટાલીયનો કરતા તે વિપરિત હોય છે. રાષ્ટ્રીય રાઇફલ્સનું મુખ્ય કામ ઉગ્રવાદીઓનો સામનો કરવાનું છે. જેની વિવિધ ટુકડીઓને જમ્મૂ કશ્મીરમાં તૈનાત છે.
અસમ રાઇફલ્સ જેનું ગઠન 1835માં કરવામાં આવ્યું છે જે દેશનું સૌથી જુનુ પોલીસ દળ છે. જેમાં 46 બટાલીયન છે. જેના પર ઉત્તરપૂર્વી રાજ્યોની આંતરિક સુરક્ષા તેમજ ભારત મ્યાનમાર બોર્ડરની સુરક્ષા તેમ બેવડી જવાબદારી છે. પૂર્વોત્તર રાજ્યોને રાષ્ટ્રીય મુખ્યધારામાં લાવવામાં અસમ રાઇફલ્સની મહત્વની ભૂમિકા છે. જેથી તેને પ્રેમથી પૂર્વોત્તરના પ્રહરી પણ કહેવામાં આવે છે.
બ્યુકો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેંટ એટલે કે બીપી આર એન્ડ ડીની સ્થાપના 1970માં પોલીસ દળોના આધુનિકિકરણ માટે કરવામાં આવી હતી. જેનું મુખ્ય કામ વિવિધ દળો માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટ કરવાનું છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના સંરક્ષણ માટે જુદા જુદા લશ્કરી દળો અને અર્ધ લશ્કરી દળો પોતાની ભૂમિકા ભજવે છે. જેઓ દેશમાં શાંતિ પૂર્ણ રીતે ચૂંટણી કરાવવાથી લઈને આતંકી અને નક્સલીઓ સામે રક્ષણ પુરુ પાડે છે. આ ઉપરાંત દેશની કોઈ પણ આફતમાં સૌથી પહેલા દોડી આવે છે. ત્યારે દેશના દરેક નાગરિકની જવાબદારી છે કે, અર્ધ સૈનિક દળોને પણ ભારતીય સેના જેટલુ ઉચ્ચ સન્માન આપે.
CRPF એટલે શું?
CRPFનું ફુલ ફોર્મ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. આ ભારતનું સૌથી મોટુ કેન્દ્રિય સશસ્ત્ર સુરક્ષા બળ છે. સુરક્ષાનાં બે પાસા છે. પહેલું જે સરહદ પર ભારતીય સેના અને બીએસએફ ખડેપગે રહે છે. બીજુ, જેમાં આંતરિક સુરક્ષા આવે છે. CRPF એક એવી સેના છે જે દેશની સુરક્ષાને અંદરથી મજબૂત કરે છે.
ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળો ભારતની સુરક્ષા માટે હંમેશા તત્પર છે. દેશની આંતરિક સુવિધા અને સીમા સુરક્ષામાં ભારતીય સેના સાથે CRPF,BSF, ITBP, CISF,SSBનું અહમ યોગદાન છે.
ભારતનાં તમામ સુરક્ષા દળો કેન્દ્રિય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. જેમાં સીઆરપીએફ, આઈટીબીપી, બીએસએફ, આસામ રાઈફલ્સ અને એસએસબીનો સમાવેશ થાય છે. જ્યારે સૈન્યમાં વાયુ સેના, નૌસેના અને ભૂમિ સેના આવે છે. દેશમાં કોઈ પણ સ્થિતી ઉદભવે ત્યારે સીઆરપીએફને બોલાવવામાં આવે છે.
CRPF એક એવુ સશસ્ત્ર દળ છે. જે તમને ચૂંટણી ફરજ, સંસદ ભવન, કાશ્મીર સહિત દરેક જગ્યાએ સુરક્ષામાં તૈનાત જોવા મળે છે. જ્યાં પણ અચાનક કોઈ ઘટના બને ત્યાં સુરક્ષા જવાનોની જરૂર હોય ત્યાં સીઆરપીએફ ખડેપગે હોય છે.ઘણી વખત ભારતીય સૈન્ય સાથે CRPF જવાનોએ પણ યુદ્ધમાં ભાગ લીધો છે. વીઆઈપી સુરક્ષામાં પણ મુખ્યત્વે સીઆરપીએફનાં જવાનો જ હોય છે. જો કે સુવિધાનાં નામે મીંડુ છે. જે સવલત ભારતીય સેનાને મળે છે, તેવી સુવિધા સીઆરપીએફ જવાનોને મળતી નથી.
CRPFની જવાબદારી શું છે?
CRPFને અલગ-અલગ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવે છે. જેમાં ટોળા પર નિયંત્રણ મેળવવું. રમખાણ વિરૂદ્ધ કામ કરવું. આતંકીઓ સામે બાથ ભીડવી અથવા તો આતંકીઓને હટાવવા માટે ઓપરેશન કરવું. માઓવાદી સામે લડવું. હિંસક વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરવું. યુદ્ધકાળ દરમિયાન આક્રમક રીતે લડવું અને કુદરતી આફતમાં બચાવ અને રાહત કાર્ય કરવું.
દરેક મુશ્કેલ સ્થિતીમાં સીઆરપીએફનાં જવાનો દેશ સેવા માટે તત્પર હોય છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016 સુધી જમ્મુ કાશ્મીરમાં હિંસા રોકવા માટે 70,000થી અધિક CRPF જવાનો સુરક્ષા માટે તૈનાત હતા.
CRPF અને ARMYને શું સવલત મળે છે?
સીઆરપીએફ જવાનોને સરહદ પર તૈનાત કરવામા આવે છે. જ્યારે ભારતીય સેનાનાં જવાનો સીમાથી દુર રહિને યુદ્ધ માટે સ્વયંને તૈયાર કરતા હોય છે. સીઆરપીએફ ક્રોસ બોર્ડર ઓપરેશન પણ પાર પાડે છે. ભારતીય સેનાનાં જવાનોને સીઆરપીએફ કરતા વધારે સવલતો મળે છે. જેમાં કેન્ટિન, આર્મી સ્કુલ જેવી સુવિધા સામેલ છે.
સૈન્ય અને સીઆરપીએફમાં કેવી પોસ્ટ હોય છે?
ભારતીય સેનામાં રેન્ક લેફ્ટનન્ટ,મેજર, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ વગેરે હોય છે. જ્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ,એએસઆઈ,ડીએઆઈ, આઈજી વગેરે પોસ્ટ હોય છે.
ભારતીય સેનામાં અધિકારી (NDA & CDS)કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસનાં માધ્યમથી પસંદ કરવામાં આવે છે. જે પરિક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. જો કે CRPFમાં ભરતી માટે દર વર્ષે પરિક્ષાનું આયોજન થાય છે. જેમાં કોન્સ્ટેબલની પરિક્ષા ખુબ મહત્વપુર્ણ છે. સીઆરપીએફમાં કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) અને જમાદાર એટલે કે ઇન્સપેક્ટરથી લઈને અનેક પદ હોય છે.આમાં મહિલા અને પુરૂષો બન્નેની ભરતી કરવામાં આવે છે. મહત્વનું છે કે, સીઆરપીએફની સાથે સાથે બીએસએફ, આઈટીબીપી અને સીઆઈએસએફ, એસએસબીનું પણ મહત્વપૂર્ણ યોદગાન છે.