શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે અને ફાટી જાય છે. એવામાં સૌથી મોટી સમસ્યા પગની એડી ફાટવાની હોય છે કારણકે પગ વધારે પાણીમાં રહે છે તો ઘણી વખત એડી ફાટી જવાના કારણે તેમાથી લોહી પણ નીકળે છે. જેથી ચાલવામાં મુશ્કેલી પડે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકશો.
– એડી ફાટવાથી બચાવવા માટે સૌથી અસરકારક ઉપાય છે નારિયેળ તેલ, રાતે સૂતા સમયે એડી પર નારિયેળ તેલથી માલિશ કરો અને સવારે ઉઠીને તેને ધોઇ લો તમને એક રાતમાં જ ફરક જોવા મળશે.
– વિટામીન ઇની કેપ્સુલમાં બોરો પ્લસ મિક્સ કરીને તિરાડમાં ભરી લો અને મોજા પહેરીને સૂઇ જાઓ. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને તરત અસર જોવા મળશે.
– સરસિયુ પણ તેના માટે ગુણકારી માનવામાં આવે છે. તેના માટે પહેલા પગમાં સરસિયાથી બરાબર માલિશ કરી લો અને તે બાદ સ્ક્રબ ઘસીને ધોઇ લો આમ કરવાથી ડેડ સ્કિન નીકળી જશે તે બાદ સરસિયાથી ફરી એક વખત માલિશ કરો. આ ઉપાય કરવાથી તમને થોડાક દિવસમાં પગ મુલાયમ થઇ જશે.
– શિયાળામાં એડીને ફાટવાથી બચાવવા માટે પગમાં હંમેશા મોજા પહેરી રાખવા અને તેને ગરમ પાણીથી રોજ સાફ કરવા જોઇએ. જેથી તમને અસર જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..