ગુજરાતના ખેડૂતો ખેતીમાં આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ કરવા છતાં પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અથવા તો હલકી ગુણવત્તાવાળા અનાજ,કઠોળ તથા શાકભાજીના પુરતા બજારભાવો મળતા નથી. કૃષિક્ષેત્રમાં આવેલી ગંભીર સમસ્યાને નિવારવા ખેડૂતોએ આજે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યાં છે.
જીવનરક્ષક ગાય માનવીની કામધેનુ તો છે જ સાથે કૃષિની પણ કામધેનુ છે. ગૌ મુત્ર ,છાણ, અને ગાયના દુધમાંથી તૈયાર કરેલી ખાટી છાશ જમીનની ફળદ્રુપતા વધારનારા શ્રેષ્ઠ તત્વો છે. ગૌમુત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે. ગાયના છાણ, ગૌમુત્ર અને ખાટી છાશથી પાકેલા પ્રાકૃતિક અનાજ,કઠોળ,તેલિબિયાં,શાકભાજી,ફળોના ઉત્પાદનમાં વધારો થાય છે. કોઇ પણ પાકમાં છોડ તથા ફળની તંદુરસ્તી,કદ,વજન તથા સુગંધમાં કુદરતી વધારો થાય છે. ગાય આધારિત ખેતીમાં પાકને 30 ટકા ઓછા પાણીની જરૂર પડે છે. કૃષિ પાકોમાં રોગ બે કારણોથી આવે છે.
જમીનમાં પોષક તત્વોની ઉણપથી તથા વાતાવરણની અસરથી ઉત્પન્ન થતાં કીટકો અને જંતુઓથી ખેતીની જમીનમાં પુરતા પુરતા પ્રમાણાં પોષક તત્વો હોય તો આ તત્વોની ઉણપથી આવતા રોગો અટકાવી શકાય છે. ખેડૂત જો પોતાના ખેતરમાં ગૌમુત્ર, છાણિયું ખાતર અને છાશનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વિવિધ કૃષિ પાકોને જોઇતા તત્વોની પૂર્તિ કરી શકાય છે. આવા કુદરતી ખાતરો જમીનમાં ઉમેરવાથી જમીનમાં ખેડૂતને ઉપયોગી થઇ પડે એવા સુક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે. જેઓ જમીનમાં હવાની અવર-જવર વધારે છે.
3થી 5 વર્ષમાં ખેતરો સમૃદ્ધ બનશે
ગૌ આધારિત ખેતી જેમ-જેમ જુની થતી જશે ,ખેતરો 3થી 5 વર્ષ સુધી ગાય આધારિત ખેતીથી સમૃદ્ધ થતાં જશે. તેમ-તેમ ખેતી પાકોમાં રોગ આવવાથી શકયતાઓ પણ ઘટતી જશે. જેના કારણે અનુભવના આધારે ખેડૂતો આજે આ તથ્યો સમજતા થયા છે અને ગાય આધારિત ખેતી તરફ આગળ વધી રહ્યાં છે. ગાય આધારિત ખેતી કરવાથી ભવિષ્યમાં પાક ઉત્પાદનમાં મબલક વધારો તેમજ સારી ગુણવત્તા સભર પાકો થાય તેવી શકયતાઓ ઊભી થઇ છે. રમણભાઈ પટેલ, ખેડૂત, મજીગામ
ખેતરોમાં પાક વિપરિત હવામાન સામે પણ ટક્કર ઝીલી લે છે
જમીન જીવંત અને ફળદ્રુપ બને છે. ગાય આધારિત ખેતી કરવાથી પાક હવામાનથી વિપરીત અસરો સામે પણ ટકકર ઝીલે છે. અને ઉત્પાદન સારુ આવે છે. રાયાયણિક ખાતરો અને અતિમોંધી જંતુનાશક દવાઓની જરૂરિયાત ન રહેતી હોવાથી મોટો ઉત્પાદન ખર્ચ પણ બચે છે. ગાય આધારિત ખેતીના આવા અનેક લાભોને જોઇ આજે ખેડૂતો રાસાયણિક ખાતરો છોડી આજે ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યાં છે. સંદીપ પટેલ, ખેડૂત, ચીખલી.
આ પણ વાંચજો
- અમીરગઢના ખેડૂતે અંજીરની ખેતી કરી, 4 વીઘામાં 1000 રોપા વાવ્યા, વીઘાદીઠ અંદાજે 50 હજારનો ખર્ચ
- કૃષિ ક્ષેત્રે યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર દેસાઈ ને મળ્યા નેશનલ લેવલ ના બે એવોર્ડ
- સાવધાન: કોબીજમાં આ જીવલેણ બેક્ટેરિયાં છૂપાયેલાં હોય છે