સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડાને લઈને છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે, પણ યુએઈમાં તો હટકે જ કેસ સામે આવ્યો છે. આ કેસમાં કપલ વચ્ચે ઝઘડો થતો ન હોવાને લીધે પત્નીએ તલાક માગ્યો છે.
‘બેપનાહ પ્રેમથી મને ગૂંગળામણ થાય છે’
શરિયા કોર્ટમાં પહોંચીને મહિલાએ કહ્યું કે તેનો પતિ શરીફ અને સારા સ્વભાવનો છે. તેણે ક્યારેય મારા સાથે ઊંચા અવાજમાં વાત કરી નથી અને મને દર વખતે મારા કામમાં મદદ કરે છે. ઘરને સાફ કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પણ ઘણી વાર તેણે જમવાનું પણ મારા માટે બનાવ્યું છે. મહિલાએ કોર્ટમાં કહ્યું કે તેનો બેપનાહ પ્રેમથી મને ગૂંગળામણ થાય છે. બધું એટલું સારું છે કે, જિંદગી એક ‘જહન્નુમ’ બની ગઈ છે.
‘મારી બધી વાતો ફરિયાદ વગર માની લે છે’
મારા પતિના સ્વભાવને લીધે અમારા વિવાહિત જીવનમાં ક્યારેય કોઈ ઝઘડા થયા નથી. હું એવું ઈચ્છું છું તે એક દિવસ મારી સાથે ઝઘડો તો ઠીક પણ કોઈ વાતને લઈને બોલાચાલી કરી લે, પરંતુ આવું પણ ક્યારેય થતું નથી. મારુ ઘર તેમની ગિફ્ટથી ભરાઈ જાય છે. મને એક એવો શોહર જોઈ એ છે કે, જે જિંદગીની સચ્ચાઈને સમજે, દરેક મુશ્કેલ ઘડીમાં વિચાર કરે અને ક્યારેય ઝઘડો પણ કરી લે. તે મારી દરેક વાતો ચુપચાપ માની લે તે મને ગમતું નથી.
મહિલાએ કહ્યું કે, મેં ઘણી વાર તેની સાથે ઝઘડવાના પ્રયત્નો પણ કર્યા છે, પણ તે પોસિબલ જ નથી. જો કે, કોર્ટે આ કેસ ફગાવી દીધો છે. પતિએ તેની પત્નીને આ કોર્ટ પરત લેવાનું કર્યું છે. તેણે કહ્યું કે હજુ આપણા લગ્નને 1 વર્ષ જ થયું છે. આટલા સમયમાં કોઈ વ્યક્તિને જજ કરવો યોગ્ય નથી.
કોર્ટમાં મહિલાના શોહરે માન્યું કે, તેણે જીવનમાં કેટલીક ભૂલ કરી છે , કારણ કે તે એકદમ સારો શોહર બનવા માગતો હતો, જેથી તેની પત્ની કોઈ ફરિયાદ ન કરે. પરંતુ મારા વધારે પ્રેમે તેને તલાક લેવા માટે મજબૂર કરી દીધી. મારી પત્નીએ જ્યારે મારા વધારે વજનની ફરિયાદ કરી હતી તો તેના માટે મેં કસરત અને ડાયટિંગ પણ શરુ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.