પત્ની પરીક્ષા આપી શકે એ માટે પતિ નાની દીકરી સાથે 80 કિમીનું અંતર કાપી આવે છે અમદાવાદ, અહીં પતિ દીકરીને બહાર પારણે ઝૂલાવે છે

વડોદરાના રણોલીમાં પોસ્ટ માસ્ટર હાર્દિક સોલંકી પત્ની પાયલને બીએના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા આપી શકે તે માટે પાંચ મહિનાની દીકરીને લઈ 80 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પરીક્ષા આપવા આવે છે. જ્યાં પત્ની પરીક્ષા આપે છે અને પતિ દીકરીને બહાર પારણે ઝુલાવે છે.

હાર્દિક સોલંકીએ જણાવ્યું કે, 2017માં મારા પાયલ સાથે લગ્ન થયા પછી સપ્ટેમ્બર 2019માં અમારે ત્યાં દીકરી અવતરી હતી. લગ્ન પછી પાયલને ઇકોનોમિક્સ સાથે બીએ કરવું હતું. છેલ્લા બે વર્ષમાં તેણે ચાર સેમિસ્ટેર ક્લીયર કર્યા. જોકે પાંચમા સેમિસ્ટરની એક્ઝામને મહિનો બાકી હતો ત્યાં જ અમારે ત્યાં દીકરી આવી. જેના લીધે પાયલ એક્ઝામ ન આપી શકી. હાલમાં રિપિટર તરીકે એક્ઝામ હોઇ હું તેને સુરત તેના પીયરથી લઇ આવ્યો અને રોજ અમદાવાદની એચકે કોલેજમાં એક્ઝામ આપવા લઇ આવું છું. મારા મતે સ્ત્રીનું શિક્ષણ એવી જ્યોત છે જે બે ઘરને ઉજાળે છે. જો માતા પાસે જ્ઞાન હશે તો જ નવી પેઢી શિક્ષિત બનશે તેવું અમારો પરિવાર માને છે.

હાલમાં વડોદરા જિલ્લાનાં રણોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતાં હાર્દિક સોલંકી મૂળ અમદાવાદ જિલ્લાનાં ગુંદી ગામનાં વતની છે. અમદાવાદથી ગુંદી 80 કિમી દૂર હોઇ રોજ સવારે હાર્દિક અને પાયલ 4.30 વાગ્યે ઉઠીને 6 વાગે અમદાવાદ આવવા નીકળી પડે છે. બે કલાક પછી  તેઓ આશ્રમ રોડ પર પહોંચે છે. જ્યાં પાયલ દીકરીને ખવડાવીને 8.30 વાગ્યે એક્ઝામ આપવા પહોંચી જાય છે.

એક્ઝામ 11 વાગ્યા સુધી ચાલતી હોવાથી પિતા દીકરીને ખલેલ ન પહોંચે તેની પૂરી તકેદારી રાખે છે. હાર્દિકભાઇ ગાડીમાં જ ઘોડિયું લઇને આવે છે.
એચકે કોલેજનાં પ્રાંગણમાં જ ગાડી પાર્ક કરીને ઘોડિયું પાથરીને દીકરીને તેમાં સૂવડાવી દે છે. દીકરીનું ગળું ન સૂકાય તેથી થોડી થોડી વારે ચમચીથી મોઢું ભીનું કરી આપે છે.

એક સમયે એવું લાગ્યું કે ગ્રેજ્યુએટ નહીં થવાય

દીકરીની માતા પાયલ સોલંકીએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં સુરતમાં હું મારું ગ્રેજ્યુએશન પુરું કરી શકી ન હતી. લગ્ન પછી પરિવારનાં સભ્યોએ ઉત્સાહ વધારતાં નવેસરથી ગ્રેજ્યુએશન શરૂ કર્યું. પહેલાં ચાર સેમસ્ટર સારા માર્ક સાથે પાસ કર્યા. દીકરી આવી એટલે ચિંતા થઇ કે ગ્રેજ્યુએશનનું સપનું પુરુ નહીં થાય. જોકે હાર્દિક વડોદરાથી સુરત મને લેવા આવ્યા અને છેલ્લા એક અઠવાડિયાથી દીકરીને સંભાળી લીધી છે. જેથી હું વાંચી શકું છું. હાર્દિકે દીકરીની સંભાળ કરતાં એક પણ વખત મને એક્ઝામમાં ખલેલ નથી પહોંચી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો