અત્યારે શરદી-ઉધરસ થાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થુ ઉપચારથી તરત આ સમસ્યામાંથી મળશે છુટકારો

શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે. જો કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ દસ્તક દીધી છે ત્યારે સૌ કોઈ સામાન્ય ગણાતી શરદી-ઉધરસથી ચરી રહ્યા છે. સમગ્ર દેશમાં અનલોક ચાલી રહ્યું છે. સરકાર તરફથી સતત કહેવામાં આવે છે ઘરે જ રહો સૈફ રહો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે. કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.

શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. ઘરે જ તમે ઉકળતા પાણીમાં વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે. જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી – ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો