અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક રૂપિયા 250 કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે. જેનું 27મી માર્ચે ભૂમિપૂજન હોય ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવ આ કાર્યક્રમમાં આવી પહોંચશે.
દુર્ગાધામમાં મોટા શહેરની જેવી તમામ સુવિધા હશે
દુર્ગાધામ વિશે જણાવતા દુર્ગાધામનાં પ્રણેતા એવા ભાવેશ રાજ્યગુરુએ કહ્યું છે કે, દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે. 300 વીઘાની વિશાળ જગ્યા પર માત્ર મંદિર જ 31 કરોડના ખર્ચે બનશે અને એક મોટા શહેરની અંદર સુવિધા હોય એવી બધી જ સુવિધાઓ સાથે રૂપિયા 250 કરોડના ખર્ચે દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે.
દુર્ગાધામ માટે દરેક જિલ્લા-તાલુકા લેવલે કામગીરી
ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકા લેવલે સંગઠનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મકાનોનાં ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સૌથી સસ્તા ભાવે 1008 મકાનો સાથે બ્રાહ્મણ પરિવારો માટે ઋષિપુત્રધામ બનવા જઈ રહ્યું છે. એવી જ રીતે સમાજની દીકરી સમાજમાં જ રહે એ માટે દર મહિનાનાં એક રવિવારે પસંદગી મેળો, યજ્ઞો પવિત અને દીકરા-દીકરીઓ માટે એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર IAS, IPS, UPSC, GPSC ટ્રેનિંગ સેન્ટર પણ બનાવાશે, જેમાં યુવાનોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે.
દુર્ગાધામ પહોંચવા ગુજરાતભરના બ્રહ્મ સમાજને આમંત્રણ
દસ હજાર મહિલાઓ માટે રોજગારી પણ ઉભી કરવામાં આવશે. આવું ઘણું બધું દુર્ગાધામમાં બનવા જઈ રહ્યું છે, જે માત્ર અને માત્ર બ્રહ્મસમાજ માટે હશે. ત્યારે આવા વિશાળ કામને વધાવી લેવા માટે 27મી માર્ચે ગુજરાતભરના ભૂદેવોને પધારવા માટે દુર્ગાધામના પ્રણેતા ભાવેશ રાજ્યગુરુ, ટ્રસ્ટી ભૂષણ વૈષ્ણવ, અશ્વિન ઠાકર, નીરજ દવે દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કાર અને બાઇક રેલીનું આયોજન પણ થશે. આસ્થા સાથે અસ્તિત્વનું ધામ એવું દુર્ગાધામ વિશ્વભરના 15 કરોડ બ્રાહ્મણ પરિવારોનું કેન્દ્રસ્થાન બની રહેશે.
અમદાવાદથી કાર અને બાઈક રેલી
અમદાવાદથી બપોરે ત્રણ વાગ્યે હજારો યુવાનો કાર અને બાઇક રેલી કાઢશે જે પાંચ વાગ્યે દુર્ગાધામ પહોંચશે. ત્યારબાદ ભૂમિ પૂજન થશે અને દુર્ગાધામ કેવું બનશે તેનું પ્રેઝન્ટેશન દ્વારા પરિચય કરાવાશે. ત્યારબાદ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..