કોન્સ્ટેબલ પિતા અને IPS પુત્ર એક જ જિલ્લામાં તહેનાત, ગર્વથી પિતાએ કહ્યું- ઓનડ્યૂટી મારા કેપ્ટનને સેલ્યુટ કરીશ

ઘરમાં ભલે પિતાના પગે લાગીને આશીર્વાદ લે, પરંતુ ડ્યૂટી દરમિયાન પિતા પુત્રને ‘જય હિંદ સર’ કહીને બોલાવશે. શહેરના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ જનાર્દન સિંહનો દીકરો IPS બની ચૂક્યો છે. લખનઉ જિલ્લામાં જ દીકરાને પોસ્ટિંગ મળ્યું છે. એવામાં પિતા હવે પુત્રના સબઓર્ડિનેટ તરીકે કામ કરશે. આ બાબતે કોન્સ્ટેબલ જનાર્દન સિંહ ગર્વથી કહે છે કે, હું ઓનડ્યૂટી મારા કેપ્ટનને સેલ્યુટ કરીશ. જ્યારે પુત્ર અનુપસિંહે કહ્યું, ફરજ નિભાવવા માટે હું પ્રોટોકોલનું પાલન કરીશ.

પહેલા જ પ્રયત્ને અનુપસિંહે કરી છે યુપીએસસી ક્લિયર

– આઇપીએસ અનુપસિંહે જણાવ્યું કે તેમણે પોતાના પિતા પાસેથી ફરજની શીખ અને સંસ્કાર મેળવ્યા છે. આ પહેલા તેઓ ગાઝિયાબાદ, નોઇડા અને ઉન્નાવમાં એએસપી રહી ચૂક્યા છે.

– તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આગળનું શિક્ષણ તેમણે જેએનયુમાંથી કર્યું.

પિતા હવે પુત્રના સબઓર્ડિનેટ તરીકે કામ કરશે

– ત્યારબાદ અનુપે સિવિલ સર્વિસિઝની તૈયારી કરી. ઉલ્લેખનીય છે કે તેઓ પહેલા જ પ્રયત્ને યુપીએસસી ક્લિયર કરીને આપીએસ બન્યા છે.

સ્કોલરશિપના પૈસા પણ મોકલી દેતો હતો દીકરો

– પિતાના જણાવ્યા પ્રમાણએ, જેએનયુમાં સારા માર્ક્સ લાવવા પર દીકરાને સ્કોલરશિપ મળતી હતી. ના પાડ્યા પછી પણ તે પોતાના સ્કોલરશિપના રૂપિયા ઘરે મોકલી દેતો હતો.

– જનાર્દન સિંહના પરિવારમાં પત્ની કંચન, દીકરી મધુ અને પૂત્રવધૂ અંશુલ છે. દીકરો અધિકારી છે એટલે હવે તે પોતાના સરકારી આવાસમાં રહેશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો