ભારતમાં લોકડાઉનના લીધે 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, પ્રદૂષણમાં સ્તરમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો, NASAએ આપી માહિતી

દેશમાં કોરોનાવાયરસના લીધે 40 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 3 મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સરે જાણ્યું કે ઉત્તર ભારતમાં એયરોસોલ લેવલ એટલે કે વાયુ પ્રદૂષણ છેલ્લાં 20 વર્ષમાં સૌથી ઓછું મપાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

યુનિવર્સિટી સ્પેસ રિસર્ચ એસોસીએશનના પવન ગુપ્તા કહે છે કે અમને ખબર હતી કે લોકડાઉન દરમ્યાન અમને કેટલીય જગ્યા પર વાયુમંડળીય સંરચનામાં પરિવર્તન જોઇશું, પરંતુ મેં આટલું ઓછું એયરોસોલ લેવલને કયારેય જોયું નથી.

સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયાના સહાયક સચિવ એલિસ જી વેલ્સે કહ્યું કે નાસાની આ તસવીરોને 2016મા શરૂ થનાર દરેક વસંતમાં લેવાયા હતા અને એ દેખાડે છે કે ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી ઓછું પ્રદૂષણ છે. ભારત અને દુનિયાના બીજા દેશ એક વખત ફરીથી કામકાજ અને યાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે એવામાં આપણે આને ભૂલવું જોઇએ નહીં.

આપને જણાવી દઇએ કે ભારતમાં લોકડાઉનની શરૂઆતમાં એર પોલ્યુશનમાં ફેરફારની ખબર પડવી મુશ્કેલ હતી. પ્રદૂષણ સ્તરમાં ઘટાડો મુખ્યત્વે લોકડાઉન તો હતું સાથો સાથ ઉત્તર ભારતમાં કેટલાંક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ એયરોસોલ લેવલ વધ્યું નથી. તેના લીધે વાયુ પ્રદૂષણ 20 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગયું.

કેટલાંય પર્યાવરણવિદોનું માનવું છે કે લોકડાઉન ખત્મ થયા બાદ સરકારે આ તરફ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને આ સ્થિતિને યથાવત રાખી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો