કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન વધારી દેવાયું છે. હવે લોકો પહેલા કરતાં વધારે એલર્ટ થઈ ગયા છે અને ડોક્ટરની સલાહ માનીને સંક્રમણથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો બહારથી લાવેલી કોઈ વસ્તુને પહેલા સેનિટાઈઝ કરી દેવામાં આવે તો સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે, તે પછી કરિયાણું હોય કે પછી ફ્રૂટ-શાકભાજી. તેથી તમે પણ જ્યારે માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવો તો આ રીતે સાફ કરી લો…
પત્તાવાળા શાકભાજી
એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં પત્તાવાળા શાકભાજી અથવા લીલી ભાજીને થોડા સમય માટે ડૂબાડી રાખો. બાદમાં હળવા હાથે સાફ કરી લો. તેને ચારણીમાં મૂકો. ફરીથી ઠંડા પાણીથી ધોઈ લો.
ગાજર, બટાકાને આ રીતે કરો સાફ
બટાકા જમીનની અંદર ઉગે છે તેથી તેમાં માટી લાગેલી હોય છે. બજારથી લાવ્યા બાદ તેના પર બ્રશ ફેરવીને માટી કાઢી લો. બાદમાં હુંફાળા પાણીથી ધોઈ લો.
બેકિંગ સોડાનો કરો ઉપયોગ
બજારથી લાવેલા ફ્રૂટ અને શાકભાજી પર બેકિંગ સોડા છાંટીને 15 મિનિટ માટે એમ જ રહેવા દો. તેનાથી ઉપરની પરત પર જામેલા બેક્ટેરિયા અને વાયરસ દૂર થઈ જશે. બાદમાં તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.
લીલા શાકભાજીને વિનેગરથી કરો સાફ
એક મોટા બાઉલમાં વિનેગર લઈને તેમાં 3 કપ પાણી ઉમેરો. તેને ચમચીની મદદથી મિક્સ કરી લો. શાકભાજી અલગ-અલગ કરીને આ મિશ્રણમાં ડૂબાડો. 20 મિનિટ બાદ બહાર કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. બાદમાં તેને રૂમાલ પર મૂકીને સૂકાવા દો.
હળદરના પાણીથી સાફ-સફાઈ
હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જેના ઉપયોગથી ફ્રૂટ અને શાકભાજી પર લાગેલા કિટાણુઓનો નાશ થાય છે. બહારથી શાકભાજી લાવ્યા બાદ જરૂર મુજબ પાણી ગરમ કરો અને તેમાં 1 ચમચી હળદર પાઉડર ઉમેરો. બાદમાં ફ્રૂટ અને શાકભાજી તેમાં ડૂબાડી જો. થોડીવાર રહેવા દઈને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
શાકભાજી ખરીદવા માટે ન કરો ઘરની કેરી બેગનો ઉપયોગ
સંક્રમણથી બચવા માટે બજારની ફ્રેશ પ્લાસ્ટિકની કેરી બેગનો ઉપયોગ કરો. તેમાં ફ્રૂટ અને શાકભાજી ઘરે લાવ્યા બાદ તેને તરત જ ડસ્ટબિનમાં ફેંકી દો. ઘરની થેલીનો ઉપયોગ કરવો નથી. આમ કરવાથી તમે સંક્રમણને આમંત્રણ આપી શકો છો.
રસોડાને આ રીતે રાખો સંક્રમણથી મુક્ત
સિંક, ચોપિંગ બોર્ડ અને રસોડાને હંમેશા વિનેગરના ઉપયોગથી સારી રીતે સાફ કરી લો. બજારથી આવ્યા બાદ રસોડાની જે-જે વસ્તુઓને હાથ લગાડ્યો છે તેને જરૂરથી સાફ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..