ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 228 પર પહોંચ્યા છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે.જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છે કે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
શરદી-તાવ-કફ ધરાવતાં 60,000 લોકો સર્વેમાં બહાર આવ્યા
હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.
ગુજરાતમાં કુલ 432 પોઝિટિવ કેસ, 19ના મોત
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 288 | 07 | 10 |
વડોદરા | 77 | 02 | 07 |
સુરત | 28 | 04 | 05 |
ભાવનગર | 23 | 02 | 02 |
રાજકોટ | 18 | 00 | 04 |
ગાંધીનગર | 14 | 01 | 04 |
પાટણ | 14 | 01 | 00 |
કચ્છ | 04 | 00 | 00 |
ભરૂચ | 07 | 00 | 00 |
આણંદ | 05 | 00 | 00 |
પોરબંદર | 03 | 00 | 01 |
ગીર-સોમનાથ | 02 | 00 | 00 |
મહેસાણા | 02 | 00 | 00 |
છોટાઉદેપુર | 02 | 00 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
પંચમહાલ | 01 | 01 | 00 |
જામનગર | 01 | 01 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
દાહોદ | 01 | 00 | 00 |
કુલ આંકડો | 432 | 19 | 33 |
હોટસ્પોટમાં સેચ્યુરેશન થઇ ગયું છે, હવે નવા વિસ્તારો પર ફોકસ રહેશે
અમદાવાદનો કુલ આંકડો 197એ પહોંચ્યો છે. અમદાવાદમાં શુક્રવાર સવારથી સાંજના છ કલાક સુધીમાં 539 સર્વે કરાયાં હતાં તે પૈકી 44 લોકો કોરોના પોઝિટિવ જણાયાં હતાં. આમ લગભગ કુલ શંકાસ્પદ લોકો પૈકી 10 ટકા લોકો પોઝિટિવ જણાય છે. હજુ પણ આ વિસ્તારોમાં કામગીરી યથાવત્ રહેશે, પરંતુ હવે નવાં વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. શહેરોમાં જે વિસ્તારોમાં કોઇ કેસ નોંધાયો નથી તેવા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરીને ત્યાં પણ રોગના અટકાવ માટેની કામગીરી કરવામાં આવશે.
સોલા સિવિલને ટેસ્ટ માટે પરવાનગી મળી
અમદાવાદની એસવીપી હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલને પણ કોરોના માટેના ટેસ્ટિંગની પરવાનગી મળી ગઇ છે. આ સેન્ટર પર રોજના 150 ટેસ્ટ થઇ શકશે. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલમાં પણ રાખવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..