માસ્ક પર 7 દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યા પરિણામ

કોવિડ-19થી બચવા માટે આપણે જે માસ્ક પહેરીએ છીએ, તેમાં કોરોના વાયરસ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જ્યારે બેંકની ચલણી નોટો અને કાચ પર મહામારી ફેલાવનારો આ વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર આ 4થી 7 દિવસ સુધી જીવતો રહે છે. હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસમાં આ પરિણામ સામે આવ્યા છે.

આ અભ્યાસમાં રિસર્ચરોએ જાણવાનો પ્રયાસ કર્યો કે કોરોનાનો જીવલેણ વાયરસ સામાન્ય તાપમાન પર કાચ, નોટ, માસ્ક, લાકડું, કપડા જેવી જુદી જુદી સપાટી પર કેટલા દિવસ સુધી જીવી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે લાકડાથી બનેલી વસ્તુઓ અથવા આપણા રોજિંદા કપડામાં આ વાયરસ એક દિવસ સુધી જીવતો રહી શકે છે.

હોંગકોંગ યુનિવર્સિટીનો અભ્યાસ જણાવે છે કે કોરોના વાયરસને સરળતાથી ખતમ કરી શકાય છે. આ વાયરસ ઘરમાં ઉપયોગ થનારા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાથી સરળતાથી મરી જશે. બીજી તરફ એક્સપર્ટ્સનું માનીએ તો N95 માસ્ક બેક્ટરિયા અને વાયરસથી સુરક્ષા આપવામાં ખૂબ ઉપયાગી છે અને આથી તે નવા કોરોના વાયરસથી સુરક્ષિત રાખવામાં N95 માસ્ક મદદ કરી શકે છે.

જોકે અન્ય સામાન્ય અને સર્જિકલ માસ્ક વાયરસના ટ્રાન્સમિશનને નથી રોકી શકતા. આ કારણે જ N95 માસ્કનું વેચાણ ખૂબ વધી ગયું છે અને ઘણી જગ્યાએ માર્કેટમાં તેની અછત સર્જાઈ છે. N95 માસ્કમાં 6 લેયર હોય છે જે માઈક્રો બેક્ટેરિયા અને વાયરસને અંદર જતા રોકે છે. પરંતુ જો તમે સ્વસ્થ છો તો તમારે માસ્ક પહેરવાની જરૂર ત્યારે છે જ્યારે તમે બીમાર વ્યક્તિના સંપર્કમાં હોય, ખાસ કરીને જો તે વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો