ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 470 દર્દી અને 33ના મોત, રાજ્યમાં કુલ 21,044 કેસ, મૃત્યુઆંક 1313 અને કુલ 14,373 ડિસ્ચાર્જ

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પણ વધારે સમયથી કોરોના કેસો 400ને પાર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 470 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 33 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 409 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 21044 થયો છે. જ્યારે મોતનો આંક 1313 અને ડિસ્ચાર્જનો કુલ આંક 14373 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં સૌથી વધુ 331 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 62 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 409 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 14,373 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, સાબરકાંઠામાં 5, આણંદમાં 4, , ભાવનગર, પંચમહાલ, પાટણ, ખેડા અને અમરેલીમાં 3, રાજકોટ, ભરૂચ અને વલસાડમાં 2, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, જૂનાગઢ, નવસારી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. નવા 33 મોતમાં 27 અમદાવાદમાં, 2 સુરતમાં તથા મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં 1-1 મોત નોંધાયા છે.

રાજ્યમાં 403 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યના ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વિગત જોઇએ તો અમદાવાદમાં 248, વડોદરામાં 64, સુરતમાં 48, છોટાઉદેપુરમાં 9, બનાસકાંઠામાં 6, મહેસાણા અને નવસારીમાં 5-5, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી, અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલમાં 2-2, આણંદ, જૂનાગઢ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

09/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 331
સુરત 62
વડોદરા 32
ગાંધીનગર 8
સાબરકાંઠા 5
ભાવનગર 3
પંચમહાલ 3
ખેડા 3
અમરેલી 3
ભરૂચ 2
બનાસકાંઠા 1
અરવલ્લી 1
મહેસાણા 1
કચ્છ 1
નવસારી 1
જૂનાગઢ 1
અન્ય રાજ્ય 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1313 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 5358 લોકો સ્ટેબલ છે.

રાજ્યના મહાનગરોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની માહિતી

કુલ અ’વાદ બરોડા સુરત રાજકોટ અન્ય
પોઝિટિવ 5358 3520 456 665 48 669
મોત 1313 1066 43 84 5 115
સાજા થયા 14373 10376 861 1459 80 1597
કુલ 21044 14962 1360 2208 133 2381

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો