ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 861 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 39280 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2010 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સતત 6 દિવસ 700ને પાર તો 7માં દિવસે 800ને પાર થયા કોરોનાના કેસ
મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે 861 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ, મંગળવારે 778 કેસ, બુધવારે 783 કેસ અને આજે 861 કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના કેસની વિગત
09/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 162 |
સુરત | 307 |
વડોદરા | 68 |
ગાંધીનગર | 32 |
ભાવનગર | 23 |
બનાસકાંઠા | 18 |
આણંદ | 11 |
રાજકોટ | 20 |
અરવલ્લી | 33 |
મહેસાણા | 17 |
પંચમહાલ | 3 |
બોટાદ | 6 |
ખેડા | 17 |
પાટણ | 5 |
જામનગર | 11 |
ભરૂચ | 19 |
સાબરકાંઠા | 11 |
ગીર સોમનાથ | 9 |
દાહોદ | 13 |
છોટા ઉદેપુર | 4 |
કચ્છ | 5 |
નર્મદા | 1 |
નવસારી | 16 |
જૂનાગઢ | 19 |
પોરબંદર | 1 |
સુરેન્દ્રનગર | 10 |
મોરબી | 4 |
તાપી | 8 |
અમરેલી | 8 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..