ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસનો કહેર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1046 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1046 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,79,679એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3756એ પહોંચ્યો છે. જ્યારે 931 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 161, સુરત કોર્પોરેશન 157, વડોદરા કોર્પોરેશન 82, રાજકોટ કોર્પોરેશન 75, મહેસાણા 57, રાજકોટ 38, વડોદરા 38, પાટણ 36, સુરત 35, બનાસકાંઠા 24, નર્મદા 24, ગાંધીનગર કોર્પોરેશન 22, અમદાવાદ 21, ભરૂચ 20, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 20, ગાંધીનગર 17, સાબરકાંઠા 16, દાહોદ 15, મોરબી 15, અમરેલી 14, જુનાગઢ 12, ખેડા 12, પંચમહાલ 11, ગીર સોમનાથ 10, જામનગર 10, આણંદ 9, ભાવનગર કોર્પોરેશન 9, અરવલ્લી 8, જુનાગઢ કોર્પોરેશન 8, તાપી 6, દેવભૂમિ દ્વારકા 5, મહીસાગર 5, છોટા ઉદેપુર 4, પોરબંદર 4, નવસારી 3, ભાવનગર 2, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. ગઇ કાલે 4 દર્દીના મોત નિપજ્યા હતા ત્યારે આજે રાજ્યમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3756એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,63,777 નાગરીકો સાજા થઈ ગયા છે. 37516ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,146 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 71 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,075 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..