કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 481 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12064 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 119 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 13,085 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8154 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 13,085 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 503497 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 146385 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 775 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા છે સાથે જ આજે છેલ્લા 24 કલાકમાં 119 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં 3837 કેસ, 17 દર્દીના મોત, સુરતમાં વધુ 1209 કેસ, 12 દર્દીના મોત, વડોદરામાં 1038, જામનગરમાં 726, રાજકોટ 496 કેસ, ભાવનગરમાં 391, જૂનાગઢમાં 482, ગાંધીનગરમાં 286 કેસ, મહેસાણામાં 497, પંચમહાલમાં 223, ગીર સોમનાથમાં 231 કેસ, કચ્છમાં 211, મહિસાગરમાં 210, બનાસકાંઠામાં 207 કેસ, આણંદમાં 195, દાહોદમાં 190, અરવલ્લીમાં 155 કેસ, નવસારીમાં 146, ખેડામાં 142, પાટણમાં 139 કેસ, ભરૂચ, નર્મદા અને તાપીમાં 114-114 કેસ, સુરેન્દ્રનગર 112, સાબરકાંઠામાં 110, વલસાડ 102 કેસ, છોટા ઉદેપુરમાં 98, અમરેલીમાં 96, મોરબીમાં 80 કેસ, દ્વારકામાં 57, પોરબંદરમાં 32, બોડાદમાં 19, ડાંગમાં 5 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 146385 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 775 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 145610 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 76.52% એ આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..