ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ નોંધાયા, 29ના મોત કુલ મૃત્યુઆંક 425, કુલ દર્દી 7013

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે તો અમદાવાદને બાનમાં લીધું છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 275 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7013 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 425 દર્દીઓના મૃત્યુ થયા છે.

આજના નવા કેસ

  • અમદાવાદ 275
  • અરવલ્લી 25
  • ભાવનગર 1
  • દાહોદ 4
  • દ્વારકા 1
  • ગાંધીનગર 5
  • જામનગર 4
  • ખેડા 3
  • રાજકોટ 2
  • સુરત 45
  • વડોદરા 19
  • બનાસકાંઠા 3

આજે રાજ્યમાં 209 દર્દીઓ થયાં સાજા

આ સાથે આજ રોજ 209 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ 1709 કોરોનાગ્રસ્ત લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

26 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4853 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 100553 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 7013 પોઝિટિવ આવ્યા છે તો 93540 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદમાં વધુ 8 કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરાશે

કોરોનાના વધી રહેલા કેસને લઇ અમદાવાદની સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે કોરોનાને પહોંચી વળવા માટે શહેરમાં વધુ 8 કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરાશે અને દરેક હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હશે. એમ 8 હોસ્પિટલમાં કુલ 800 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં શહેરમાં કુલ 15 ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.

આ 8 કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે

ચાંદખેડામાં SMS હોસ્પિટલ
કુબેરનગરમાં સિંધુ હોસ્પિટલ
આંબાવાડીમાં અર્થમ હોસ્પિટલ
બાપુનગરમાં સ્ટાર હોસ્પિટલ
મેમ્કોમાં આનંદ સર્જીકલ
મણિનગરમાં સરદાર હોસ્પિટલ
કાંકરિયામાં સિદ્ધિ વિનાયક હોસ્પિટલ
સાયન્સ સીટીમાં સિમ્સ હોસ્પિટલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો