કોરોના વાયરસના કેસ ભારતમાં 41 લાખને પાર જ્યારે ગુજરાતમાં 1 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,335 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,04,341 પર પહોંચ્યો છે.
ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,335 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,04,341 પર પહોંચ્યો છે. તો આજે 1,212 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.26% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,475 છે. આજે સંક્રમણથી 14 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3108 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,80,681 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે નોંધાયેલ 1335 પોઝિટિવ કેસમાં-સુરતમાં સૌથી વધુ 295 કેસ,અમદાવાદમાં 173 કેસ, વડોદરામાં 127 કેસ, જામનગરમાં 106 કેસ, રાજકોટમાં 151 કેસ,ભાવનગરમાં 49 કેસ, પંચમહાલમાં 31કેસ, જૂનાગઢમાં 29 કેસ, અમરેલીમાં 23 કેસ નોંધાયા છે.
06/09/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 173 |
સુરત | 295 |
વડોદરા | 127 |
ગાંધીનગર | 41 |
ભાવનગર | 49 |
બનાસકાંઠા | 12 |
આણંદ | 14 |
રાજકોટ | 151 |
અરવલ્લી | 4 |
મહેસાણા | 29 |
પંચમહાલ | 31 |
બોટાદ | 3 |
મહીસાગર | 5 |
ખેડા | 11 |
પાટણ | 16 |
જામનગર | 106 |
ભરૂચ | 22 |
સાબરકાંઠા | 15 |
ગીર સોમનાથ | 15 |
દાહોદ | 17 |
છોટા ઉદેપુર | 6 |
કચ્છ | 29 |
નર્મદા | 23 |
દેવભૂમિ દ્વારકા | 12 |
વલસાડ | 8 |
નવસારી | 11 |
જૂનાગઢ | 29 |
પોરબંદર | 3 |
સુરેન્દ્રનગર | 21 |
મોરબી | 21 |
તાપી | 13 |
ડાંગ | 0 |
અમરેલી | 23 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..