ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા, 28 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 291 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4 નવા કેસ, દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં 2-2 નવા કેસ અને આણંદ, ખેડા, જામનગર અને સાબરકાંઠામાં 1-1 નવા કેસ આવ્યા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 6625 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના આજે મોત થયા છે. સંખ્યા 6,625 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 369 દર્દીઓના મૃત્યુ થયાં છે.

આજના નવા કેસ

  • અમદાવાદ 291
  • વડોદરા 16
  • સુરત 31
  • ભાવનગર 6
  • આણંદ 1
  • ગાંધીનગર 4
  • પંચમહાલ 2
  • બનાસકાંઠા 15
  • બોટાદ 7
  • દાહોદ 2
  • ખેડા 1
  • જામનગર 1
  • સાબરકાંઠા 1
  • મહીસાગર 2
  • કુલ 380

119 લોકો છેલ્લા 24 કલાકમાં થયાં સાજા

આ સાથે આજ રોજ 119 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 1500 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

26 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં દર્દીઓ 26 વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4703 લોકો સ્ટેબલ છે.

CM રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે કરી વાતચીત

CM રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો