ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 15 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 3004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9921 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 3004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,85,378 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 20087 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 382 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના નવા 996 કેસની સાથે આજે વધુ 15 દર્દીના મોત થયા છે. જેમા અમદાવાદમાં 149 કેસ સાથે 4 દર્દીનાં મોત, વડોદરામાં નવા 211 કેસ સાથે 2 દર્દીનાં મોત, સુરતમાં નવા 127 કેસ સાથે 3 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 77 કેસ સાથે એક દર્દીનું મોત થયુ છે. જામનગરમાં 36 અને ગાંધીનગરમાં 12 કેસ, ભાવનગર 19 અને જૂનાગઢમાં 61 કેસ, ગીર સોમનાથમાં 41, ભરૂચમાં 36, આણંદમાં 26 કેસ, અરવલ્લીમાં 21, ખેડ઼ામાં 20, નવસારીમાં 17 કેસ, વલસાડમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15 કેસ, મહિસાગરમાં 14, અમરેલીમાં 13, પંચમહાલમાં 10 કેસ, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 8, દ્વારકામાં 7 કેસ, મોરબીમાં 5, પાટણમાં 4, સુરેન્દ્રનગરમાં 3 કેસ, છોટા ઉદેપુર, નર્મદા, તાપીમાં 2-2, દાહોદમાં 1 કેસ નોંધાયો છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 20078 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 382 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 19705 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.32% એ આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..