ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 69 કેસો નોંધાયા, 1 લોકોના કોરોનાથી મોત, 208 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત નવમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 69 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતાં 7 વધારે છે. અમદાવાદ શહેરમાં જ એક દર્દીનું મોત થયું છે. 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક મૃત્યુ આંક એક થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. 208 દર્દીએ કોરોનાને માત આપી છે.

જ્યારે 10 જિલ્લા અને 3 કોર્પોરેશનમાં 1-1 કેસ નોઁધાયો છે. 2 જિલ્લામાં 2-2, 2 જિલ્લામાં 3-3, એક જિલ્લામાં 4, એક કોર્પોરેશન અને એક જિલ્લામાં 5-5, એક કોર્પોરેશનમાં 7 અને એક કોર્પોરેશન વિસ્તારમાં 9 કેસ નોઁધાયા છે. તો 14 જિલ્લા અને એક કોર્પોરેશનમાં શૂન્ય કેસ છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે. 28મી જૂને 96 કેસ, 29મી જૂને 93, 30મી જૂને 90, 1 જુલાઈએ 84, 2 જુલાઈએ 80, 3 જુલાઈએ 76, 4 જુલાઈએ 70 અને 5 જુલાઈએ 62 કેસ નોંધાયા હતા.રાજ્યમાં 2020ની 14 એપ્રિલ બાદ સતત ચોથીવાર 78થી ઓછા કેસ નોંધાયા છે.

2193 એક્ટિવ કેસ અને 11 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 964ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 72 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 699 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 193 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 182 દર્દીની હાલત સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો