ગુજરાતમાં કોરોનાની (Covid 19) સૌથી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ લોકડાઉન જાહેર કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3280 કેસો (Gujarat Corona Cases) નોંધાયા છે. જ્યારે 17 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 2167 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં હાલ અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ કાબૂ બહાર છે. એટલું જ નહીં પણ ગામડાઓમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 3,24,878 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 4598 પર તો 3,02,932 દર્દીઓ સાજા થયા છે. અને કુલ એક્ટિવ કેસોનો આંક 17,348 પર પહોંચ્યો છે. જેમાંથી 171 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 17177 દર્દીઓની હાલત સ્થિર છે.
અમદાવાદ અને સુરતમાં કોરોના ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરત શહેરમાં પણ સાત દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરમાં 2 તો વડોદરા શહેરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
જો જિલ્લાવાર કેસો પર નજર કરીએ તો, અમદાવાદમાં 817 કેસ, 7નાં મોત, સુરતમાં 811 કેસ, 7નાં મોત, વડોદરામાં 342 અને રાજકોટમાં 385 કેસ, જામનગરમાં 142 અને ભાવનગરમાં 94 કેસ, ગાંધીનગરમાં 73 અને જૂનાગઢમાં 37 કેસ, પાટણમાં 107, મહેસાણામાં 63, કચ્છમાં 35 કેસ, મહિસાગરમાં 34, મોરબી – પંચમહાલમાં 32 – 32 કેસ, ખેડામાં 29, દાહોદમાં 28, અમરેલીમાં 24 કેસ, આણંદ – બનાસકાંઠામાં 24 – 24, ભરૂચમાં 21 કેસ, સાબરકાંઠામાં 18, નવસારીમાં 17, નર્મદામાં 16 કેસ, દ્વારકા – વલસાડમાં 15 – 15, સુરેન્દ્રનગરમાં 12 કેસ, ગીર સોમનાથમાં 10, બોટાદમાં 7, તાપીમાં 6 કેસ, ડાંગમાં 4, છોટાઉદેપુરમાં 3, અરવલ્લીમાં 2 કેસ, પોરબંદરમાં નવો એક કેસ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 3,12,688 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 70, 38, 445 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 8, 47, 185 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 78,85,630 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..