ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, આજે 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 થયો અને કુલ દર્દી 6,245 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 441 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 349 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 6245 પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 49 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 368 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 186 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 1381 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના નવા કેસ

  • અમદાવાદ 349
  • વડોદરા 20
  • સુરત 17
  • રાજકોટ 1
  • ભાવનગર 2
  • ગાંધીનગર 2
  • પાટણ 2
  • પંચમહાલ 4
  • બનાસકાંઠા 10
  • મહેસાણા 10
  • બોટાદ 8
  • ખેડા 4
  • સાબરકાંઠા 4
  • અરવલ્લી 2
  • મહીસાગર 4
  • જુનાગઢ 2
  • કુલ 441

29 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4467 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 89632 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6245 પોઝિટિવ આવ્યા છે તો 83387 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદ મનપાના કમિશનર થયાં સેલ્ફ ક્વોરેન્ટાઇન

ગુજરાતમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરાતું જાય છે. તંત્ર દ્વારા બેકાબૂ બનેલા કોરોનાને કંટ્રોલ કરવા માટે દિવસ અને રાત મહેનત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક મહત્વની ઘટના બની છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરા પોતે સેલ્ફ ક્વોરેન્ટાઇન થયાં છે.

ઉલ્લેખનીય છે કે, મનપા કમિશનર નેહરા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા સેલ્ફ ક્વોરન્ટાઇન થયાં છે. ત્યારે હવે અમદાવાદની કમાન IAS મુકેશ કુમારના હાથમાં સોંપવામાં આવી છે. IAS મુકેશ કુમારને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો વઘારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલ તેમની નિમણૂંક વિશેષ અધિકારી તરીકે કરવામાં આવી છે.

સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

સુરતથી સૌરાષ્ટ્ર જવા આવતીકાલથી કલેકટર દ્વારા મંજૂરી અપાશે. સુરતમાં રત્ન કલાકારો અને એમ્બ્રોઇડરી કારીગરોને વતનમાં મોકલવા આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપી પોતાના વતનમાં મોકલશે. ઘરે જઈને તમામે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસો મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ અપાશે. ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે. મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો