લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 19 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 510 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 19119 થઇ છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 68.05 ટકા થયો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 35 દર્દીઓના મોત થતા મૃતાંક 1190 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 324 કેસ, તો સુરતમાં 67 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. 35 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 30 દર્દીઓના મોત થયા છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
05/06/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 324 |
સુરત | 67 |
વડોદરા | 45 |
ગાંધીનગર | 21 |
મહેસાણા | 9 |
પાટણ | 6 |
જામનગર | 6 |
વલસાડ | 5 |
ભાવનગર | 4 |
અમરેલી | 4 |
ખેડા | 3 |
ભરૂચ | 3 |
સુરેન્દ્રનગર | 3 |
ડાંગ | 2 |
બનાસકાંઠા | 1 |
રાજકોટ | 1 |
અરવલ્લી | 1 |
સાબરકાંઠા | 1 |
છોટા ઉદેપુર | 1 |
દેવભૂમિ દ્વારકા | 1 |
નવસારી | 1 |
જૂનાગઢ | 1 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..