ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ, આજે 29ના મોત સાથે મૃત્યુઆંક 319 અને કુલ દર્દી 5,804 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે 29 લોકોના મોત

ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 5804 પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 319 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 153 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 1195 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના કુલ નવા કેસ

  • અમદાવાદ 259
  • આણંદ 1
  • ભાવનગર 21
  • બનાસકાંઠા 3
  • બોટાદ 3
  • દાહોદ 6
  • ગાંધીનગર 7
  • જામનગર 3
  • પંચમહાલ 7
  • રાજકોટ 3
  • સુરત 20
  • વડોદરા 35
  • મહીસાગર 3
  • ખેડા 3
  • સાબરકાંઠા 2
  • કુલ 376

25 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 25 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4265 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 84648 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5804 પોઝિટિવ આવ્યા છે તો 78844 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં પણ કોરોના રોગની સોલીડારિટી ટ્રાયલ થશે

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ખાસ કરીને ગુજરાતની સ્થિતિ વધારે નાજૂક છે કારણ કે, રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે આ તમામ બાબત વચ્ચે ગુજરાત માટે એક સારા સમાચાર આવ્યા છે. WHO અને ICMR દ્વારા કોરોના રોગની સોલીડારિટી ટ્રાયલ હવે અમદાવાદમાં શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને મ્હાત આપવા માટે સમગ્ર વિશ્વ વેક્સિન શોધવાની મથામણ કરી રહ્યું છે. તો કેટલીક દવાઓ એવી પણ છે જે આ રોગને વધુ બેકાબૂ બનતો અટકાવવામાં મદદરૂપ થઇ રહી છે. ત્યારે આ દવાઓની સોલીડારિટી ટ્રાયલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ખાતે આવેલી બી.જે.મેડિકલ કોલેજમાં કોવિડ-19ના દર્દીઓ પર આ 4 દવાઓની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ 4 દવાઓમાં રેમડિસિવિર, લોપીનેવીર ઇન્ટરફેરોન તથા હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વીન દવાની ટ્રાયલ દર્દીઓ પર કરવામાં આવશે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 4076 620 234
Baroda 385 147 27
Surat 706 206 31
Rajkot 61 18 1
Bhavnagar 74 21 5
Anand 75 37 6
Bharuch 27 22 2
Gandhinagar 77 14 3
Patan 22 12 1
Panchmahal 45 5 3
Banaskantha 39 14 1
Narmada 12 10 0
Chhota Udepur 14 11 0
Kutch 7 5 1
Mehsana 32 7 0
Botad 33 6 1
Porbandar 3 3 0
Dahod 13 2 0
Gir Somnath 3 3 0
Kheda 12 2 0
Jamnagar 4 0 1
Morbi 1 1 0
Sabarkantha 5 3 0
Arvalli 20 13 1
Mahisagar 36 6 0
Tapi 2 1 0
Valsad 6 2 1
Navsari 8 3 0
Dang 2 0 0
Surendranagar 1 1 0
Devbhoomi Dwarka 3 0
Junagadh
Amreli
TOTAL 5804 1195 319

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો