ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા અને 33ના મોત, મૃત્યુઆંક 1155 અને કુલ 18,609 કેસ

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. આ સાથે જ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 492 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 18,609 થઇ છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 68.09 ટકા થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 81 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 12,667 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

04/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 291
સુરત 81
વડોદરા 39
ગાંધીનગર 21
મહેસાણા 9
અન્ય રાજ્ય 8
બનાસકાંઠા 6
આણંદ 4
અરવલ્લી 4
ખેડા 4
સાબરકાંઠા 4
દાહોદ 4
નર્મદા 4
પંચમહાલ 3
ભાવનગર 2
રાજકોટ 2
બોટાદ 1
જામનગર 1
ભરૂચ 1
કચ્છ 1
દેવભૂમિ દ્વારકા 1
સુરેન્દ્રનગર 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1155 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 4711 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો