ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 935 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 935 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,72,944એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3719એ પહોંચ્યો છે. જ્યારે 1014 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.27 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 60,53,847 ટેસ્ટ કરાયા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 82, સુરત 59, રાજકોટ કોર્પોરેશન 48, વડોદરા 37, મહેસાણા 29, ગાંધીનગર કોર્પોરેશન 25, રાજકોટ 20, ભરૂચ 18, અમરેલી 16, જુનાગઢ 16, ખેડા 16, આણંદ 15, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 15, બનાસકાંઠા 14, જામનગર 13, સાબરકાંઠા 13, અમદાવાદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, મોરબી 12, પંચમહાલ 12, પાટણ 12, કચ્છ 11, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 8, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, તાપી 5, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, નર્મદા 3, પોરબંદર 3, બોટાદ 1, કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો ઘટ્યો છે. આજે રાજ્યમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, પાટણ 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3719એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,56,119 નાગરીકો સાજા થઈ ગયા છે. 3719ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,106 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 59 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,047 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..