ગુજરાતમાં 24 કલાકમાં 438 નવા કોરોના પોઝિટિવ કેસ નોઁધાયા, અમદાવાદના 20 સહિત રાજ્યમાં 31 દર્દીઓના મોત, કુલ કેસ 16,794 થયા

કોરોના વાયરસે અમદાવાદ કાળો કહેર વરસાવ્યો છે. તો કેન્દ્ર સરકારે પણ લૉકડાઉન આગામી 30 જૂન સુધી વધારીને અનલોક-1 નવું નામ આપીને ગાઇડલાઇન જાહેર કરી છે તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગાઇડલાઇન જાહેર કરીને શહેરના તમામ બ્રિજ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 438 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 16,794 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 299 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 299 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 689 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,919 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

31/05/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 299
સુરત 55
વડોદરા 34
ગાંધીનગર 13
સુરેન્દ્રનગર 5
બનાસકાંઠા 4
રાજકોટ 4
વલસાડ 4
પંચમહાલ 3
ખેડા 3
મહેસાણા 2
ભરૂચ 2
સાબરકાંઠા 2
અન્ય રાજ્ય 2
અરવલ્લી 1
પાટણ 1
દેવભૂમિ દ્વારકા 1
જૂનાગઢ 1
પોરબંદર 1
અમરેલી 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1038 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 5776 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો