રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) હવે હાંફવા લાગ્યો છે. કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. 2020ના છેલ્લા દિવસે એટલે કે આજે 31મી ડિસેમ્બરે (31st December)કોરોનાના 780 કેસ આવ્યા છે. આ સાથે આજે 916 દર્દીઓએ કોરાને હરાવ્યો છે અને સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 2,30,893 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો કોરોના સામે રિકવરી રેટ (Recovery Rate) 94.23 છે.
રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 54,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા ટેસ્ટ પ્રતિ મિલિયન 841.11 જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 96,52,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 5,05,314 છે, જે પૈકી 5,05,195 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 119 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે કોરોના કારણે 4 મૃત્યુ થયા છે. જેમાંથી 3 અમદાવાદમાં અને 1 સુરતમાં મોત થયા છે. અમદાવાદ કૉર્પોરેશનમાં આજે 154, સુરત કૉરર્પોરેશનમાં 119, વડોદરા કૉર્પોરેશનમાં 106, રાજકોટ કૉર્પોરેશનમાં 64, વડોદરામાં 29, કચ્છ 28, સુરત 26, દાહોદ 24, રાજકોટ 22, ભરૂચ 20, ખેડા 14, ગાંધીનગર 13, ગાંધીનગર કૉર્પોરેશન 13, પંચમહાલ 13, મહેસાણા 12, મોરબી 11, જુનાગઢ 11, જુનાગઢ કૉર્પોરેશન 9 અને સાબરકાંઠામાં 9 કેસો નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..