કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1343 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,41,398એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3490એ પહોંચ્યો છે. જ્યારે 1304 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.66 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 57,065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત 277, અમદાવાદ 194, રાજકોટ 163, વડોદરા 128, જામનગર 90, મહેસાણા 55, પાટણ 31, કચ્છ 29, અમરેલી 27, સુરેન્દ્રનગર 26, બનાસકાંઠા 24, ભરૂચ 24, ભાવનગર 31, મોરબી 21, ગીર સોમનાથ 20, પંચમહાલ 19, ગાંધીનગર 35, સાબરકાંઠા 17, જુનાગઢ 30, આણંદ 13, નર્મદા 12, તાપી 12, દાહોદ 11, છોટા ઉદેપુર 10, ખેડા 9, અરવલ્લી 8, નવસારી 7, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 5, વલસાડ 4, બોટાદ 3, પોરબંદર 2 મળી કુલ 1343 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, નર્મદા 1, સુરત 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3490એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 121119 નાગરીકો સાજા થઈ ગયા છે. 3490ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,789 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 91 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,698 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..