ગુજરાતમાં 24 કલાકમાં 374 નવા કેસ પોઝિટિવ, અમદાવાદમાં 274 કેસ, 28ના મોત સાથે મૃત્યુઆંક 290, કુલ દર્દી 5,428

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 374 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5428 થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં 274 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે આજ રોજ 146 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આમ અત્યાર સુધામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 5428 થયા, કુલ 28 દર્દીઓના મોત થયા અને 17 એપ્રિલ બાદ કોરોનાગ્રસ્ત 1042 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના કુલ નવા કેસ

  • અમદાવાદ 274
  • સુરત 25
  • વડોદરા 25
  • ગાંધીનગર 3
  • પાટણ 1
  • બનાસકાંઠા 7
  • મહેસાણા 21
  • બોટાદ 3
  • દાહોદ 1
  • અરવલ્લી 1
  • મહીસાગર 10
  • દેવભૂમિ દ્વારકા 3
  • કુલ 374

મુખ્યમંત્રીના સચિવઅશ્વિની કુમારે જણાવ્યું કેસમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલેઅમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં.રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

આ 6 નગરપાલિકા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં

જ્યારે રાજ્યની નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ 6 નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી.

રાજ્યના જિલ્લા મુજબ કોરોના વાયરસના કેસ

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 3817 533 208
Baroda 350 146 25
Surat 686 156 30
Rajkot 58 18 1
Bhavnagar 53 21 5
Anand 74 34 6
Bharuch 27 21 2
Gandhinagar 70 14 3
Patan 22 12 1
Panchmahal 38 5 3
Banaskantha 36 14 1
Narmada 12 10 0
Chhota Udepur 14 10 0
Kutch 7 5 1
Mehsana 32 7 0
Botad 30 3 1
Porbandar 3 3 0
Dahod 7 2 0
Gir Somnath 3 3 0
Kheda 9 2 0
Jamnagar 1 0 1
Morbi 1 1 0
Sabarkantha 3 3 0
Arvalli 20 8 1
Mahisagar 33 6 0
Tapi 2 0 0
Valsad 6 2 1
Navsari 8 2 0
Dang 2 0 0
Surendranagar 1 1 0
Devbhoomi Dwarka 3
Junagadh
Amreli
TOTAL 5428 1042 290

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો