ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 76 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 190 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાની બીજી લહેર ખતમ થતાંની સાથે જ કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનાં નવા 76 કેસો નોંધાયા છે. જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 190 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે રાજ્યમાં 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 8,19,835 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 10,067 પર પહોંચ્યો છે. જ્યારે 8,11,169 વ્યક્તિઓએ કોરોનાને માત આપી હતી. હાલ રાજ્યના કુલ એક્ટિવ કેસોનો આંક 2527 પર પહોંચ્યો છે. જ્યારે 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2516 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં કોરોનાના નવા 76 કેસમાંથી અમદાવાદમાં નવા 22 કેસ, એકનું મોત, સુરતમાં 12, રાજકોટમાં 7, વડોદરામાં 7 કેસ, ગાંધીનગરમાં 1, જૂનાગઢમાં 2, જામનગરમાં 2 કેસ, અમરેલીમાં 4, ગીર સોમનાથ – નવસારીમાં 3 – 3 કેસ, બનાસકાંઠા – ભરૂચ – મહેસાણા – વલસાડમાં 2 – 2 કેસ, દ્વારકા – ખેડા – મોરબી – પાટણ – સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયો હતો. જ્યારે 18 જિલ્લા અને 2 કોર્પોરેશનમાં એકપણ કેસ નોંધાયો ન હતો. 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો