ભારતમાં કોરોના વાયરસના કેસ 80 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 21 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 987 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 13,254 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 60 લાખને નજીક પહોંચી ચૂક્યો છે.
આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસ 1000ની અંદર નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 987 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,71,040 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.08 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 58,97,627 પર પહોંચ્યો છે.
જિલ્લા પ્રમાણે કોરોનાની સ્થિતિ:
જોકે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1083 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 1,54,078 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો આંકડો 1,71,040 સુધી પહોંચ્યો છે. જ્યારે જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઈએ તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 213 કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 171 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 1 દર્દીનું કરૂણ મોત થયું છે. વડોદરાની વાત કરીએ તો 117 નવા કેસ આવ્યા છે જ્યારે રાજકોટમાં 96 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 34 કોરોના કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે.
જ્યારે જામનગરમાં 28 કેસ, જૂનાગઢમાં 23, ભાવનગરમાં 18, મહેસાણામાં 33 અને બનાસકાંઠામાં 28 નવા કેસ નોંધાયા છે. આ સિવાય નર્મદામાં 27, કચ્છમાં 21, પાટણમાં 21 અને સાબરકાંઠામાં 20 નવા કોરોના કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 18, અમરેલીમાં 18, ગીર સોમનાથમાં 15 અને પંચમહાલમાં 13 નવા કોરોના કેસ નોંધાયા છે. ખેડા અને મોરબીમાં 12-12 કેસ, અરવલ્લીમાં 11 અને આણંદમાં 9 કેસ, ભરૂચમાં 7, દેવભૂમિ દ્વારકામાં 6 કેસ, છોટા ઉદેપુરમાં 4 અને દાહોદમાં 3 કેસ, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. બોટાદની વાત કરીએ તો 2 જ્યારે મહિસાગરમાં પણ 2 કેસ આવ્યા છે. પોરબંદરમાં 2 નવા કેસનો ઉમેરો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..