ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ રહી છે. જે એક રાહતભર્યા સમાચાર છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2230 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 29 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7109 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 93.98 ટકાએ પહોચ્યો છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9790 નાગરિકોને કોરોના ભરખી ગયો છે. બીજી તરફ સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,57,124 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 38,703 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 544 દર્દીને વેન્ટિલેટર પર રાખવલામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 2230 કેસ નોંધાયા છે અને 29 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે વડોદરામાં 433 કેસ સાથે 4 દર્દીના મોત, અમદાવાદમાં 293 કેસ સાથે 7 દર્દીના મોત, સુરતમાં વધુ 259 કેસ સાથે 5 દર્દીના મોત, રાજકોટમાં 184, જામનગરમાં 88, જૂનાગઢમાં 120 કેસ, ગાંધીનગરમાં 40, ભાવનગરમાં 38, ભરૂચમાં 72 કેસ, પોરબંદરમાં 63, પંચમહાલમાં 59, નવસારીમાં 56 કેસ, બનાસકાંઠામાં 53, ખેડામાં 47, ગીર સોમનાથમાં 45 કેસ, આણંદ – કચ્છમાં 44 – 44, અરવલ્લીમાં 41 કેસ, મહિસાગરમાં 39, અમરેલીમાં 35, વલસાડમાં 34 કેસ, દ્વારકા-મહેસાણામાં 27-27, સાબરકાંઠામાં 26 કેસ, નર્મદામાં 19, દાહોદમાં 12, પાટણમાં 8 કેસ, તાપીમાં 6, છોટા ઉદેપુરમાં 5, બોટાદમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4, મોરબીમાં 3, ડાંગમાં 2 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં શુક્રવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 293 કેસ નોધાયા છે જ્યારે વધુ 7 દર્દીના મોત નીપજ્યાં છે. સારવાર દરમિયાન શહેરમાં આજે 2125 દર્દી સાજા થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..