ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 626 કેસ નોંધાયા અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 32 હજારને પાર, મૃત્યુઆંક 1828

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. તો બીજી તરફ હવે સુરતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતમાં સતત ત્રીજી વખત 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 32023 પર પહોંચ્યો છે. જોકે હાલ રાજ્યમાં 6947 એક્ટિવ કેસ છે. તો આજે 440 દર્દીઓ સાજા થયા છે જેને લઇને અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે 19 દર્દીઓના મોત થયા છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે.

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 206 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 185 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4630 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 87 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 3143 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે સુરતનો કોરોનાથી મૃત્યુઆંક 154 પર પહોંચ્યો છે. હાલ સુરતમાં 1333 એક્ટિવ કેસ છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 236 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20716 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 171 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15829 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1432 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3455 એક્ટિવ કેસ છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

29/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 236
સુરત 206
વડોદરા 50
પાટણ 20
રાજકોટ 13
આણંદ 11
મહેસાણા 10
અમરેલી 10
સુરેન્દ્રનગર 9
ભરૂચ 8
અન્ય રાજ્ય 8
ખેડા 7
અરવલ્લી 6
જામનગર 6
ભાવનગર 5
પંચમહાલ 3
ગીર સોમનાથ 3
જૂનાગઢ 3
ગાંધીનગર 2
કચ્છ 2
દેવભૂમિ દ્વારકા 2
નવસારી 2
બનાસકાંઠા 1
બોટાદ 1
સાબરકાંઠા 1
વલસાડ 1

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 20716 15829 1432 3455
સુરત 4630 3143 154 1333
વડોદરા 2215 1516 47 652
ગાંધીનગર 638 454 29 155
ભાવનગર 253 150 13 90
બનાસકાંઠા 177 154 10 13
આણંદ 208 178 13 17
રાજકોટ 263 122 7 134
અરવલ્લી 202 162 18 22
મહેસાણા 269 140 11 118
પંચમહાલ 173 133 15 25
બોટાદ 86 65 3 18
મહીસાગર 135 113 2 20
ખેડા 152 109 6 37
પાટણ 194 112 15 67
જામનગર 198 94 4 100
ભરૂચ 220 104 9 107
સાબરકાંઠા 170 115 8 47
ગીર સોમનાથ 73 47 1 25
દાહોદ 59 43 0 16
છોટા ઉદેપુર 55 36 2 17
કચ્છ 153 93 5 55
નર્મદા 89 37 0 52
દેવભૂમિ દ્વારકા 22 15 1 6
વલસાડ 130 54 3 73
નવસારી 95 42 1 52
જૂનાગઢ 93 49 2 42
પોરબંદર 16 10 2 4
સુરેન્દ્રનગર 138 70 7 61
મોરબી 20 9 1 10
તાપી 8 6 0 2
ડાંગ 4 4 0 0
અમરેલી 82 32 6 44
અન્ય રાજ્ય 87 8 1 78
TOTAL 32023 23248 1828 6947

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો