ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,43,459 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 810થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 804 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 804 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,43,459એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4295 એ પહોંચ્યો છે. જ્યારે 999 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.12 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 53,389 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 163, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 67, સુરત 36, વડોદરા 29, દાહોદ 28, રાજકોટ 24, કચ્છ 23, મહેસાણા 21, ભરૂચ 18, પંચમહાલ 18, ખેડા 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન 11, બનાસકાંઠા 10, સાબરકાંઠા 10, આણંદ 9, જુનાગઢ કોર્પોરેશન 8, અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7, મહીસાગર 7, પાટણ 7, જામનગર કોર્પોરેશન 6, અમરેલી 5, જુનાગઢ 5, નવસારી 5, અરવલ્લી 4, ગીર સોમનાથ 4, સુરેન્દ્રનગર 4, ડાંગ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, નર્મદા 3, જામનગર 2, પોરબંદર 2, બોટાદ 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન, સુરત, બોટાદ અને બનાસકાંઠામાં 1-1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4295એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,29,143 નાગરીકો સાજા થઈ ગયા છે. 4295ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 10,021 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 63 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 9958 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો