ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 980 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 980 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,70,053એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3705એ પહોંચ્યો છે. જ્યારે 1107 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 58,97,627 ટેસ્ટ કરાયા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 163, અમદાવાદ કોર્પોરેશન 161, વડોદરા કોર્પોરેશન 74, સુરત 64, રાજકોટ કોર્પોરેશન 53, વડોદરા 39, રાજકોટ 38, મહેસાણા 32, બનાસકાંઠા 30, અમદાવાદ 25, અમરેલી 20, ગાંધીનગર કોર્પોરેશન 20, જામનગર કોર્પોરેશન 20, ગાંધીનગર 19, પાટણ 18, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 16, ભરૂચ 15, પંચમહાલ 15, કચ્છ 14, ભાવનગર કોર્પોરેશન 11, જુનાગઢ 11, જુનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, જામનગર 10, ગીર સોમનાથ 9, ખેડા 9, મોરબી 9, છોટા ઉદેપુર 7, દેવભૂમિ દ્વારકા 7, નર્મદા 7, દાહોદ 6, ભાવનગર 5, અરવલ્લી 4, મહીસાગર 3, તાપી 3, નવસારી 2, વલસાડ 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડામાં એક અંકનો વધારો થયો છે. એટલે કે ગઇ કાલે 5 દર્દીના કોરોનાનાં કારણે મોત નિપજ્યા હતા. જ્યારે આજે 6 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 1, સુરત 1, રાજકોટ કોર્પોરેશન1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3705એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,52,995 નાગરીકો સાજા થઈ ગયા છે. 3705ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,354 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 63 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,291 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..