ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.33 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 112 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 305 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યાનાં 14 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,051 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 305 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,09,506 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 3687 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 21 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 112 કેસની સાથે આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 24, વડોદરા કોર્પોરેશન 14, સુરત કોર્પોરેશન 13, રાજકોટ કોર્પોરેશન 8, સુરત 7, વડોદરા 7, નવસારી 4, વલસાડ 4, બનાસકાંઠા 3, કચ્છ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, પંચમહાલ 2, સુરેન્દ્રનગર 2, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3687 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 21 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 3666 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.33% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,48,79,127 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,40,985 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..