ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 890 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 890 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,40,995એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4275 એ પહોંચ્યો છે. જ્યારે 1002 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.86 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 178, સુરત કોર્પોરેશન 128, વડોદરા કોર્પોરેશન 108, રાજકોટ કોર્પોરેશન 58, સુરત 36, વડોદરા 31, કચ્છ 29, મહેસાણા 24, દાહોદ 22, ભરૂચ 20, રાજકોટ 20, ખેડા 19, પંચમહાલ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 14, પાટણ 14, ભાવનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર 13, સાબરકાંઠા 12, જુનાગઢ કોર્પોરેશન 11, અમરેલી 9, આણંદ 9, ભાવનગર 9, મહીસાગર 8, મોરબી 8, અમદાવાદ 7, બનાસકાંઠા 7, ગીર સોમનાથ 7, જામનગર 7, જામનગર કોર્પોરેશન 6, જુનાગઢ 6, નર્મદા 6, પોરબંદર 5, અરવલ્લી 4, વલસાડ 4, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, નવસારી 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 1 અને રાજકોટમાં 1 અને મહેસાણામાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4275એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,26,208 નાગરીકો સાજા થઈ ગયા છે. 4275ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 10,512 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 10,451 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..