રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને સુરતમાં 1-1 કેસ નોઁધાયા છે. જો કે, બંને હાલ સ્વસ્થ છે. 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 129 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અને સુરત જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર, જામનગર શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. તેમજ 431 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.28 ટકા થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,045 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 431 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,08,849 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 4116 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 38 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 123 કેસની સાથે આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 27, સુરત કોર્પોરેશન 15, વડોદરા કોર્પોરેશન 14, સુરત 11, રાજકોટ કોર્પોરેશન 6, વલસાડ 6, બનાસકાંઠા 5, ગીર સોમનાથ 5, અમરેલી 3, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વડોદરા 3, આણંદ 2, ગાંધીનગર 2, જામનગર 2, જુનાગઢ 2, જુનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, અરવલ્લી, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4116 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 38 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 4078 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.28% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,42,60,703 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 3,58,332 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..