ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1069 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1069 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 88,942 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 72,577 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 18,91,775 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 71,261 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1069 કેસ જ્યારે 1011 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 71,261 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2930 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
25/08/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 157 |
સુરત | 250 |
વડોદરા | 122 |
ગાંધીનગર | 30 |
ભાવનગર | 36 |
બનાસકાંઠા | 11 |
આણંદ | 6 |
રાજકોટ | 95 |
અરવલ્લી | 5 |
મહેસાણા | 17 |
પંચમહાલ | 29 |
બોટાદ | 7 |
મહીસાગર | 6 |
ખેડા | 14 |
પાટણ | 15 |
જામનગર | 80 |
ભરૂચ | 26 |
સાબરકાંઠા | 9 |
ગીર સોમનાથ | 19 |
દાહોદ | 17 |
છોટા ઉદેપુર | 8 |
કચ્છ | 22 |
નર્મદા | 14 |
દેવભૂમિ દ્વારકા | 3 |
વલસાડ | 9 |
નવસારી | 9 |
જૂનાગઢ | 28 |
પોરબંદર | 8 |
સુરેન્દ્રનગર | 8 |
મોરબી | 15 |
તાપી | 7 |
ડાંગ | 0 |
અમરેલી | 14 |
અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..