ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જનજવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અને હજારો લોકોનું જીવન બરબાદ કરી દીધું છે. તેવામાં આજે ગુજરાતમાં કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા છે. જ્યારે 157 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 6727 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે રસીકરણમાં ઘટાડો થયો છે. આજે 1,27,539 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં હાલ કોરોના કેસોનો કુલ આંક પર પહોંચ્યો છે. જ્યારે કુલ 3,74,699 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 6328 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ ઘટીને 75.54 ટકા પર આવી પહોંચ્યો છે.
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 1,15,006 પર પહોંચી ગયો છે. અને અત્યારે 406 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1,14,600 દર્દીઓની હાલત સ્થિર છે.
જિલ્લાવાર પ્રમાણે માહિતી જોઈએ તો, અમદાવાદમાં નવા 5864 કેસ, 29નાં મોત થયા છે. જ્યારે સુરતમાં નવા 2103 કેસ, 27નાં મોત, રાજકોટમાં નવા 676 કેસ, 14નાં મોત, વડોદરામાં નવા 760 કેસ, 18નાં મોત, જામનગરમાં નવા 674 કેસ, 14નાં મોત, ભાવનગરમાં નવા 379 કેસ, 7નાં મોત, ગાંધીનગરમાં નવા 289 કેસ, 6નાં મોત, જૂનાગઢમાં નવા 251 કેસ, 4નાં મોત, મહેસાણામાં 598, બનાસકાંઠામાં 282, દાહોદમાં 182 કેસ, સુરેન્દ્રનગરમાં 196, વડોદરામાં 187, કચ્છમાં 180 કેસ, સાબરકાંઠામાં 173, પાટણમાં 163, મહિસાગરમાં 156 કેસ, ખેડામાં 143, તાપીમાં 130, નવસારીમાં 121 કેસ, આણંદમાં 119, ભરૂચમાં 117, ગીર સોમનાથમાં 115 કેસ, વલસાડમાં 109, પંચમહાલમાં 87, અરવલ્લીમાં 84 કેસ, અમરેલીમાં 82, છોટાઉદેપુરમાં 60, પોરબંદરમાં 45 કેસ, મોરબીમાં 41 અને દેવભૂમિ દ્વારકામાં 39 કેસ, નર્મદામાં 32, બોટાદમાં 30 અને ડાંગમાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 93, 63, 159 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 19, 32, 370 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..